________________
૩૫૧
માનસિક ફેરફારો “તમે જે પૂછયું, તેને મેં જવાબ આપ્યો.”
પણ હું એમ પૂછું છું કે, મારા ભાઈને તેના શેઠ વિષે કંઈ જ ફરિયાદ નથી ? તેણે તેનું અપમાન કર્યા કર્યું હોય, તુચ્છકાર જ દાખવ્યો હોય, તેને હડધૂત કર્યા કર્યો હોય, – એ કશા સામે તેને કશે વિરોધ નથી? મોટાભાઈ તે માણસ છે કે ઉંદર ?”
માલિક અને નોકર તરીકે બે માણસો વરસથી ભેગા રહ્યા હોય, તો કોઈ વખત ગેરસમજથી કે ખરેખર પણ હડધૂત, અપમાન, તિરસ્કાર વગેરે ન થયાં હોય એમ તો બને જ નહિ. ઉપરાંત મારી બાબતમાં તો જુદો જ ઈતિહાસ છે – છતાં મારા જેવાને તેમણે પેઢીમાં નભાવી લીધો હોય, તો તે બદલ મારે તેમના આભારી રહેવું જ જોઈએ; પણ મારા સિવાય બીજા પણ જે કાઈ પટીના કામદારે છે, તેઓને પણ શેઠની તબિયત બાબત એવું જ લાગે.”
સાળા ઢોંગીઓ – લબાડો – જુફાઓ! આ પેઢીમાં કામ કરનાર એવું કઈ ન હોઈ શકે, જે એને અભિમાની શેઠને ઘેડી લપડાકો વાગે અને તેમનો તોર ઊતરે, તે રાજી ન થાય; એવું કાઈ ન હોય કે જે અંતરમાં છાને છાનો તેમને ધિક્કારતો ન હોય, અને ખરેખર પોતાની તાકાત હોય તો તેમની સામે પણ ન થઈ જાય, તથા તેમને પછાડવા ન ઈચ્છે. જે માણસ તેમની કૃપાને પાત્ર થયો હશે, તે ભાણસ તેટલા જ પ્રમાણમાં તેમની અવજ્ઞાને પાત્ર પણ થયો હશે; અને તેથી જે માણસ તેમની વધુ નજીક ગોઠવાયેલ હશે, તે અંતરથી તેમના કરતાં વધુ દૂર બન્યો હશે, સમજો ?”
હું નથી જાણતો કે, કેણે તમારા કાન આમ ઊંધી રીતે ભર્યા છે? અથવા તો હું માનું છું તેમ, તમે કેવળ મારી પરીક્ષા કરવા જ આવું અવળું બેલે છે.”
અરે, હું તમને બધાને ઓળખું છું તમે બધા દીન-હીન–પૂંછડી પટપટાવનાર કુત્તાઓ માત્ર છો. બધા સરખો જ દેખાવ, સરખો જ ઢોંગ આચરો છે; પણ ગુપ્ત રીતે તો તમે બધા શું વિચારો છે, એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org