________________
૩૫૪
ડી એન્ડ સન અંતરમાં તો હું જેવી ને તેવી છું. મારે જે કરવું પડે છે, તે મારે કારણે નથી કરતી, એની ખાતરી રાખજે.”
“તો શું મારા હિતમાં તમારે એમ કરવું પડે છે, મમા ?”
વહાલી, એ બધો દેખાવ છે, એટલું જ જાણવું બસ છે. શા માટે કે કેને માટે એમ કરવું પડે છે, એ બધું કહેવું જરૂરી નથી. એમ કરવું આવે છે; અને જીવનમાં કેવી કેવી આવશ્યકતાઓ માણસને મૂંગે મેએ સ્વીકારી લેવી પડે છે! એટલે મારી ને તારી વચ્ચેનો સંબંધ વછોડ જ પડશે.”
હંમેશને માટે, મમાં ?”
હું એમ કહેતી નથી. મને પિતાને જ ખબર નથી. અહીં મારે જે માર્ગોએ થઈને પળવું પડે છે, તે માર્ગે તારે જવાનું ન હો ! મારો માર્ગ કયાં જાય છે – ભગવાન જાણે – હું પોતેય દેખી શકતી નથી – ”
“મમા, મને તમારામાં કંઈક વિચિત્ર ફેરફાર થયેલો લાગે છે – તમે મને કહો છો તે કરતાં ઘણું ઘણું તમારા મનમાં છે. મને બીક લાગે છે; અત્યારે જ મને થોડુંક વધુ તમારી પાસે બેસવા દો.”
ના, વહાલી, ના; મને એકલી જ રહેવા દે; તારાથી તો અળગી જ રહેવા દે. મને વધુ પ્રશ્નો પણ ન પૂછતી. માત્ર એટલું જ જાણી રાખ કે, હું જે કંઈ કરું છું તે કોઈ અવિચારી ચંચળ પ્રકૃતિનું મનસ્વી કાર્ય નથી. તારા ઘર ઉપર હું કાળી છાયાની પેઠે આવી પડી છું – એ હું જાણું છું. હું કદી ન આવી હોત તો સારું થાત – પણ હવે આ વાત વધુ ન લંબાવીશ.”
“મમાં, આપણે વિખૂટા જ પડવાનું છે?”
આપણને ખરેખર વિખૂટાં પાકવીમાં ન આવે, તે માટે આટલું આપણે કરવાનું છે. જા ફૉરન્સ, મારો પ્રેમ અને પસ્તા તારી સાથે હંમેશ રહેશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org