________________
ડી એન્ડ સન બહુ મોટી પાર્ટી નથી; બાર કે ચૌદ જણ હશે. મારાં બહેન, મેજર ઑગસ્ટક અને બીજા કેટલાક, જેમને તમે બહુ ઓછું ઓળખતાં હશે.”
“હું કાલે ઘેર જમવાની નથી.”
“જે બનાવની યાદગીરીમાં એ ભોજન સમારંભ રખાયો છે, તેની યાદ રાખવા જેવી છે કે નહિ, એની મને ખાતરી નથી; છતાં આવી બાબતમાં કેટલાક દેખાવ દુનિયા આગળ કરવો જ પડે છે. તમને તમારી જાત માટે સંમાન ન હોય, તેપણુ, મિસિસ ડોમ્બી—”
મને જરાય સંમાન નથી.”
મેડમ,” મિ. ડાબી ટેબલ ઉપર હાથ પછાડીને બોલી ક્યા, “હું કહું છું તે મહેરબાની કરીને સાંભળો – હું એમ કહું છું કે, તમને તમારી જાત માટે સંમાન ન હોય...”
અને હું કહું છું કે મને નથી, બસ !”
“કાર્યર” મિ. ડોબીએ હવે એ સગૃહસ્થ તરફ નજર કરીને સ્વસ્થતાથી કહ્યું, “જીવનવ્યવહારમાં શિષ્ટતા અને સ્વમાન જાળવી રાખવાના ઇરાદાથી, મિસિસ ડોમ્બીને કાંઈક સૂચન કરવું હોય ત્યારે મેં તમારો ઉપયોગ પહેલાં કરેલો છે; તો આ વખતે પણ જરા તકલીફ લઈને તમે એમને કહેશે કે, જે તેમને તેમની જાત માટે સ્વમાન જેવી કંઈ લાગણું ન રહી હોય, તો પણ મને તો મારી જાત માટે તેવી લાગણું હજુ છે જ; એટલે કાલની મારી ગોઠવણોનું પાલન થાય એ હું આગ્રહ રાખું છું.”
એડિથે એના જવાબમાં મરડાટ સાથે કારને ઉદ્દેશીને કહ્યું, “તમારા માલિકને કહી દો કે, આ બાબત અંગે હું યોગ્ય પ્રસંગે જે વાત કરવી હશે તે કરીશ, અને તે પણ તે એકલા હશે ત્યારે.”
મારી સાથે સીધી વાત કરવાનો તમારે અધિકાર માન્ય ન રાખવાનું મને શું કારણ છે, તે મિ. કાર્કર સારી રીતે જાણે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org