________________
વાપાત તે કલાકથી માંડીને ફરન્સ અને એડિથ જાણે ઘરમાં સાથે રહેતાં જ ન હોય તેવાં બની રહ્યાં. દિવસો સુધી તેઓ એકબીજાને ભેગાં જ થતાં નહિ. ભોજન વખતે તેઓ ભેગાં થાય, પણ તે મિત્ર ડોમ્બીની હાજરીમાં. તે વખતે તો એડિથ ફૉરન્સની સામે નજર પણ નાખતી નહિ. મિ. કાર્લર, મિ. ડોમ્બીની ઘાયલ અવસ્થા દરમ્યાન અને પછી પણ, સામાન્ય રીતે ભોજન વખતે સામેલ રહેતા; ત્યારે તો એડિથ ફરન્સના અસ્તિત્વને જ ભૂલીને વર્તતી હોય તેમ વર્તતી.
આ બધાથી ફલેરન્સને એક ફાયદો એ થયો કે, હવે તે પોતાને પિતાની અપરાધી માનતી બંધ થઈ પહેલાં, પિતાને ન ગમતી ચીજ કરવા પૂરતી તે પોતાને અપરાધી માનતી હતી. હવે પોતાના પિતાને તથા એડિથને બંનેને, કોઈની ગુનેગાર બનવાના ડર વિના, તે સભાનપણે અંતરથી ચાહવા લાગી. પ્રત્યક્ષ પ્રેમ તો હવે બંનેને તેણે ગુમાવ્યો હતો.
પિતાના એડિથ સાથેના લગ્નની બીજી સાલગરહ આવી. તેની આગલી રાતે બધાં ભોજન કરવા ભેગાં બેઠાં હતાં. એડિથે સારાં વસ્ત્રાભૂષણ પહેર્યા હતાં; અને મિત્ર કાર્કર એડિથની તેમ જ મિત્ર ડોમ્બીની તહેનાતમાં ખડે પગે હાજર હતા.
ભેજન વખતે કશી સામાન્ય વાતચીત ન ચાલી. ફૉરસે જોયું કે, તેના પિતાએ ધંધારોજગાર અંગે મિ. કાર્કર સાથે થોડી ઘણી વાતો કરી હતી, અને તેમણે ધીમેથી તેના જવાબ આપ્યા હતા. ભોજન પૂરું થતાં, નોકરે ચાલ્યા ગયા એટલે મિ. ડોમ્બીએ એડિથને સંબંધીને કહ્યું –
મિસિસ ડોબી, હું ધારું છું, તમે જાણતાં હશે કે, કાલે આપણે ત્યાં ભેજનસમારંભમાં કેટલાક માણસોને નિમંત્રણ આપ્યાં છે; એ અંગેની સૂચના મેં હાઉસકીપરને આપી છે.”
“હું કાલે ઘેર જમવાની નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org