________________
૩૩૮
ડે એ ઍન્ડ સન ભલા મિટ્રેસ, તમને ઓળખું છું, તથા તમારે મિસ ડબ્બી પ્રત્યેનો ભાવ પણ જાણું છું; પણ તમને હું જતી વખતે છેતરીશ નહિ – એ આશા તમે કદી રાખશે નહિ – કદી નહિ.”
આભાર, આભાર; ગૂડ-નાઈટ; એની કશી ચિંતા નહિ. ઠીક ત્યારે આવજો ! આવજો !”
४४
વિશ્વાસુ એજંટ એડિથ તે દિવસે એકલી જ બહાર ગઈ હતી. તે પાછી આવી અને ઘરના બારણું આગળ ઘોડાગાડીમાંથી ઊતરી, ત્યારે કમરામાંથી કોઈ એ ખુલ્લા માથે આગળ ધસી આવીને નોકરને ખસેડી મૂકી, પોતાનો હાથ એડિથને ટેકો આપવા આગળ કર્યો. એડિથને તે હાથ પકડયા વિના છૂટકો ન હતો. પરંતુ તે કોનો હાથ છે એ જાણ્યા પછી તેણે પૂછયું, “તમારા દરદીને કેમ છે, સાહેબ?”
બહુ સારું છે; સારી પ્રગતિ થયે જાય છે; હું હવે રાત પૂરતા તેમને છેડી, મારે ઘેર જાઉં છું ! ”
એડિથે માથું નમાવી, તેને વિદાય આપી. પણ તે દાદર ચડવા લાગી, ત્યારે તેણે પાછળ આવી નીચેથી જ પૂછ્યું, “મૅડમ, મને એક મિનિટ મુલાકાત આપી, આભારી કરશો ?”
એડિથે થેબીને કહ્યું, “આ બહુ વખત છે; હું થાકી ગઈ છું; તમારું કામ એવું તાકીદનું છે?”
ઘણું જ તાકીદનું છે, મૅડમ અને સભાગે અત્યારે ભેગે જ થઈ ગયો છું, તો મને મુલાકાત બક્ષવા આગ્રહ કરવાની રજા લઉં છું.”
એડિથે નોકરને પૂછ્યું, “મિસ ડોમ્બી કયાં છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org