________________
૩૩૬
ડોમ્બી ઍન્ડ સન
જોયેલા છે એવી એક સગૃહસ્થી ભાઈ સાથે તું આવી રીતે વાત કરવાની હિંમત શી રીતે કરી શકે છે ? ’
“ જે સારા દહાડાઓએ મિસિસ પિપચિનની મુલાકાત લીધી હશે, તેમની મને દયા આવે છે. પણ તું મારા બારણાના કાણાને તારી ફૂટેલી આંખ વડે શા માટે અભડાવે છે ? હું હમણાં જ મારા સરસામાન લઈને ચાલી જાઉં છું, સમજી ? ’
મિસિસ પિચિન હવે ધૂંવાંપૂવાં થતી નિપરને પગાર ગણી લાવવા ગઈ. દરમ્યાન નિપરને રુખસદ મળ્યાની ખબર આખા મકાનમાં ફેલાઈ ગઈ. ફ્લોરન્સ તરત દેાડી આવી. સુસાને તેને ગળે વળગીને માત્ર એટલું જ કહ્યું, “મેં મારી ફરજ બજાવી છે; મને પણ તમને છેાડીને જતાં બહુ દુ:ખ થાય છે; પણ મહેરબાની કરી તમે અહીં ન ઊભાં રહેતાં; કારણ કે પિપચિનીના દેખતાં હું અપરાધીની જેમ રડતાં રડતાં. વિદાય થવા માગતી નથી. ’
tr
,,
r¢
પણ સુસાન તું જ્યાં જઈશ, અને શું કરીશ ?”
“ મારા એક ભાઈ છે; તે ગામડાં ભણી રહે છે અને ઢેર ઢાંખ પાળે છે. ત્યાં હું ચાલી જઈશ અને તેની સાથે રહીશ. ઉપરાંત, મારી પાસે બૅંકમાં બચતના પૈસા પણ છે, એટલે મારે બીજા કેાઈની નોકરી કરવાની જરૂર નથી પડવાની. અને તમારી તાકરી કર્યાં પછી બીજે કયાંય તેકરી કરવા હું જાઉં પણ નહીં, મારા વહાલાં બાનુ ફેલાય !” એમ કહી સુસાન ક્રૂસકે ધ્રૂસકે રડી જ પડી.
*
*
ઘેાડી જ વારમાં મિસિસ પિપયિને પાસે આવીને સુસાનને કબજો લઈ લીધે. કાઈ ને!કરચાકર આગળ તે કાંઈ ખેલે નહિ, તથા કાઈ તેની સાથે વાત કરે નહિ, એ તેને જોવું હતું. તે આખા ઘરમાં દાખલે બેસાડવા માગતી હતી. તેથી ઘેાડાગાડી પણ મંગાવી રાખીને તે તડામાર કરતી સુસાનને જાણે ધરમાંથી હાંકી કાઢવા જ લાગી.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org