________________
વિશ્વાસુ એજંટ
૩૪૧ મિ. કાર્કરને પિતાને મિ. ડેન્મીના સ્વભાવના આ પૃથક્કરણથી સંતવ થયો હોય તેમ પિતાની આખી બત્રીસી ખુલ્લી કરી, ડું હસી લઈ, તેમણે આગળ ચલાવ્યું –
“મિડોમ્બી તમારી લાગણીઓની કદર કરી શકે એમ છે જ નહિ–જેમ મારી લાગણીઓની પણ કરતા નથી. અલબત્ત, તમારી સાથે મારી જાતને મૂકવી એ બેહૂદું છે, પરંતુ એ સરખામણ સાચી છે, એટલું જ હું કહેવા માગું છું. પોતાની સત્તાને ઘમંડમાં મિત્ર ડોમ્બીએ, પોતાની મરજી તમને જણાવવા માટે એજંટ તરીકે – દૂત તરીકે મને પસંદ કર્યો છે, તે એટલા માટે જ કે, તે બરાબર જાણે છે કે, તમને મારી પ્રત્યે ભારોભાર અણગમે છે. એટલે મને જ તમારી પાસે મોકલવાથી, તમારા સ્વમાન ઉપર ઘા થઈ તમને ઠીક સજા થઈ રહેશે, એવી તેમની ધારણા છે. આ બાબતમાં મારી પોતાની લાગણીઓ પણ જુદી હોઈ શકે, તેનો વિચાર તે શા માટે કરે ? અલબત્ત, અમે તેમના સેવકે એ પણ શરૂઆતથી તેમની ઈચ્છાને નમી નમીને તેમના સ્વભાવને આ ઉદંડ બનાવી મૂક્યો છે, એ હું કબૂલ કરું છું. પરંતુ પહેલેથી તેમને પોતાને તાબેદાર અને આજ્ઞાંકિત પ્રાણીઓ સાથે જ વ્યવહાર ચલાવવાની ટેવ છે. કોઈ દિવસ તેમની વર્તણૂકથી ગુસ્સે થઈ તેમને સામનો કરનાર તેમને હજુ સુધી કોઈ મળ્યું જ નથી.”
પણ હવે તેમને કાઈ એવું મળ્યું છે' એ ભાવની ચેષ્ટા એડિથે અજાણતાં કરી, તે બરાબર લક્ષમાં લઈને કારે હવે પિતાને વધુ એક અંકેડો છૂટો કર્યો–
“મિ. ડોબી આમ તો પૂરા સંભાવિત સંગ્રહસ્થ છે; પરંતુ તેમને વિરોધ થાય ત્યારે તે સીધી હકીકતોને પણ મનસ્વીપણે એવી વિપરીત રીતે સમજવા માંડે છે – જેનો એક જ દાખલો હું આવું – તે ખરેખર એમ માને છે કે, મિસિસ સ્કયૂટનના મૃત્યુ પહેલાં તેમણે તમને જે કડકપણે પોતાના વિચારે કહી સંભળાવ્યા હતા, તેની તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org