________________
૩૪૦
ડી એન્ડ સન જુઓ, હું ચેખે ચેખી વાત કહી દઉં છું. તમે જાણો છે કે, અમારું લગ્ન સુખી નથી; અમે પતિ-પત્ની વચ્ચે જરાય પ્રેમ નથી, ઊલટાં અવજ્ઞા અને પરસ્પર ધિક્કાર છે, તેમ છતાં તમે મને મારા પતિ પ્રત્યે પ્રેમ અને ફરજની વાત કરવાની ધષ્ટતા કરતા આવ્યા છો; એટલે તમને “ન્યાય” જ કરવો હોય, તો તમે મારું જે રીતનું અપમાન કર્યા કરે છે, તે બદલ મારે તમને ક્યારના કતલ જ કરાવી નાખવા જોઈએ.”
પેલાએ શાંતિથી જવાબ આપ્યો, “મેડમ, હું જાણું છું કે, મારા ઉપર તમારો ભારે અણગમે છે. તથા તે શા કારણે છે, એ પણ હું જાણું છું. હું એ વાત છુપાવવાને જરાય પ્રયત્ન નહીં કરું કે, મિડોમ્બી પ્રત્યે તમને સહેજે સ્નેહ નથી એ વાત હું પ્રથમથી જ જોઈ ગયો છું; ઉપરાંતમાં હું એ પણ જોઈ રહ્યો છું કે, એ ઉપેક્ષાભાવ હવે વધીને વધુ ખાટો થઈ ગયો છે. જે સંજોગોમાં તમે મુકાયા છો, એ સંજોગોમાં એથી બીજું ન થાય એ પણ હું સમજી શકું છું. છતાં, તમારા જેવી પ્રતાપી બાઈ પિતાને પતિના સ્વભાવને થોડે ઘણે અંશે પણ બદલવા શક્તિમાન થશે, એવી આશા શરૂઆતમાં રાખવી મારે માટે સ્વાભાવિક ન કહેવાય ?” .
મારામાં એવો પ્રયત્ન કરવાને ઈરાદો કે અપેક્ષા જ ન હતાં.”
તેમ છતાં, લગ્ન કર્યા બાદ, તમે મિડોમ્બીને તાબેદાર બન્યા વિના તથા તેમની સાથે આ માટે સંઘર્ષ ઊભું કર્યા વિના તેમની સાથે રહેવું શક્ય માન્યું હોય, એમ પણ સ્વાભાવિક નથી ? કારણ, તમને તે વખતે ખબર ન હોય કે, મિ. ડાબી કેવા અક્કડ તથા અભિમાની જીવે છે. પિતાની મહત્તાના જ તે એવા ગુલામ છે કે, પોતાના જ વિજ્ય-રથને બળદિયાની પેઠે જોતરાયેલા તેમને, એ રથને ગમે તેની ઉપર થઈને તથા ગમે ત્યાં ખેંચી જવા સિવાય બીજો વિચાર જ આવતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org