________________
સુસાનની વિદાય
૩૩૭ બીજી બાજુ દરવાને આવી મિત્ર ટુર્સ મળવા આવ્યાની ફર્લોરન્સને ખબર આપી. તરત ફરજો મિત્ર ટ્રસ્ટની પાસે જઈને કહ્યું, “વહાલા મિ. સૂટ્સ, તમે મારા મિત્ર છે અને તમારી પાસે એક યાચના કરું છું, તે તમે જરૂર સ્વીકારશો.”
મિસ ડેબી, તમે કશે પણ હુકમ મને કરે, તો મારી કેટલાય વખતથી મરી ગયેલી ભૂખ ફરી સજીવન થાય, એટલું જ મારે કહેવું છે. બ્રાઇટન મુકામે મેં જે વાનરવેડા કર્યા, તે પછી મેં ખાધું જ નથી, એમ કહો તો ચાલે.”
મારી જૂની તહેનાત-બાનુ સુસાન, જેને તમે ઓળખો છો, તેને અહીંથી એકદમ કાઢી મૂકવામાં આવી છે. તે ભલી બાઈને જ્યાં જવું છે તે તરફ જતા કેચમાં એ વિદાય થાય, ત્યાં સુધી તમે તેની સંભાળ લેશે ? મારાથી વિખૂટા પડતાં તે તદન ભાગી પડી હશે.”
મિત્ર ટૂર્સ, તરત દોડી જઈને, સુસાનની ઘોડાગાડી ચાલવા માંડી હતી તે ભાવી; અને તેનું બારણું ઉઘાડી તે પોતે અંદર બેસી ગયા. પછી ઘેડાગાડીને તેમણે પોતાને ઘેર લેવરાવી.
આખે રહે અને પોતાને ઘેર ગયા પછી પણ ભલા મિ. ટ્રસ્ટ ફૉરન્સ પોતે આવી હોય તેમ સુસાનની સરભરામાં પડ્યા. તેને બરાબર જમાડી કરીને, પછી તેને જે ગામ જવું હતું તે તરફનો કોચ રાતે ઊપડતો હતો તેમાં, તેને તેમણે બેસાડી દીધી. પછી કાચ ઊપડવાને થયો ત્યારે તેમણે સુસાનને પૂછયું, “કહું , સુસાન ! મિસ ડોમ્બીને તમે જાણો છોને – ”
“હા, સાહેબ.” “તમે માનો છો કે, તે – તમે જાણો છો ને ?'
તમે શું પૂછયું તે મને સમજાયું નહિ.”
“ કહું છું કે, એકદમ તો નહિ, પણ ધીમે ધીમે પણ–બહુ લાંબા વખત બાદ પણ – તે મને ચાહે એમ થવાની આશા રખાય કે નહીં ?” ડો.-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org