________________
૩૩૨
ડેરી એન્ડ સન સુસાન નિપરે હવે કહેવા માંડયું, “મને મિસ ફલેયની તહેનાતમાં બાર વર્ષ ઉપર થઈ ગયાં સાહેબ અને હું કહેવા માગું છું કે, એમના જેવાં ભલાં અને પ્રેમાળ બાન બીજાં જોયાં નથી. જોકે, તેમના જેવાં ભલાં બાનુની નોકરી કરવામાં બાર-પંદર વર્ષ થઈ જાય, એ કંઈ કરી કરનારની લાયકાત નહિ, પણ એ બાનુની ભલમનસાઈ અને લાયકાત છે, એ હું કબૂલ કરું છું, સાહેબ.”
અરે બાઈ તું શું કહેવા માગે છે ? આ બધું બોલવાની હિંમત તું શી રીતે કરી શકે છે ?” આટલું કહી કાઈને લાવવા માટેનો ઘંટ વગાડવા દોરી પકડવા મિ. ડેબીએ હાથ લાંએ કર્યો, પરંતુ ઘંટની દોરી કમરામાં અંગીઠી તરફ ન હતી, અને જે બાજુ હતી ત્યાં સુધી ઊઠીને તેમનાથી જવાય તેમ ન હતું. સુસાન એ વસ્તુ જેઈ ગઈ, એટલે ઝટપટ પોતાની વાત આગળ વધારવા લાગી –
મિસ ફૉય જેવી પ્રેમાળ અને આજ્ઞાંકિત બીજી કોઈ દીકરી આખી દુનિયામાં શોધી ન જડે, એમ હું કહેવા માગું છું; અને આખા ઈંગ્લેંડના બધા તવંગર સંગ્રહસ્થાને ભેગા કરીને બનાવ્યો હોય એ ગમે તે તવંગર બાપ હોય, પણ તેને એવી દીકરી પિતાને હોવા બદલ અભિમાન થાય. તે જે તેની કિંમત બરાબર જાણતો હોય, તો તેના નાજુક હૃદયને દુઃખ થાય એવું કાંઈ કરવાને બદલે, પોતાના બધા પૈસા જતા કરી, ચીંથરાં પહેરી, ઘેરઘેર ભીખવાનું પણ કબૂલ
બાઈ એકદમ આ ઓરડા છોડી ચાલતી થા!” મિ. ડોમ્બીએ બિરાડો પાડો.
તમારી માફી ચાહું છું, સાહેબ, પણ મારે બાર બાર વર્ષની આ નોકરી છોડવી પડે તો પણ હું મારે જે કહેવાનું છે તે તમને કહી દીધા વિના અહીંથી ખસવાની નથી. તમારી નોકરીમાં મારા જેટલું તમારાથી બીજું કોઈ બીતું નહિ હોય, પરંતુ હજાર હજાર વખત વિચાર કર્યા પછી છેવટે આ બધું તમને સંભળાવવાનો જ મેં નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org