________________
૩૨૪
ડેમ્મી ઍન્ડ સત
જાણુ થઈ હાત, તે! તેનું મમતાળુ હૃદય એ વસ્તુ શકવા શે! શે! આત્મભાગ આપવા તૈયાર ન થાત, તે કાણું કહી શકે?
ફ્લોરન્સના મનતી સ્થિતિ આ પ્રમાણે ડહેાળાયેલી હતી તે અરસામાં જ તેના પિતાને ઘાયલ અને પીડિત અવસ્થામાં ઘેર લાવવામાં આવ્યા. પણ તે ધર કેવું હતું? મિ॰ ડામ્બી એકલા પેાતાના ખાનગી કમરામાં જ પથારી કરાવીને પડી રહેવા માગતા હતા; નેકરચાકરા જ સારવાર માટે તેમની પાસે જતા; એડિથ તેમની સરસી પણ જતી નહેાતી. મિ. ડામ્મીના સાથી અને સેાખતી તરીકે એકલા મિ૰ કાર્ટર રહેતા, જે મધરાત પછી પેાતાને ઘેર ચાલ્યા જતા. અને બીજી હતી મુકાદમ મિસિસ પિચન, જે મિ॰ ડામ્બીના કમરામાં ઘરનું કાઈ ન પેસે તે માટે મિ॰ ડામ્બીના હુકમથી કમરામાં બેસી ચેકી-પહેરા ભર્યાં કરતી !
“ અને સેાબત કહે તે! કાર્કરની! કેવી રૂપાળી સેક્બત ! અને મિસિસ પિચિને! આપણે કાઈ મિ॰ ડામ્બીના કમરામાં ન જઈએ તે માટે રાતદિવસ ચૈાષ્ટ્રી કર્યાં કરે ! આ તે ઘર છે?' સુસાને લારસને આવીને કહ્યું.
સુસાન આટલી ચિડાઈ હાવાનું કારણ એ હતું કે, મિ॰ ડામ્બીને જે રાતે ઘેર લાવવામાં આવ્યા, તે રાતે ફ્લારસે મેાડા તેમની ખબર કાઢવા સુસાનને મેાકલી હતી. પણ મિસિસ પિપચિને તેને બારણા બહારથી જ ફાવે તેમ જવાબ આપીને વિદાય કરી દીધી હતી.
સુસાનને સૂવા વિદાય કર્યાં બાદ, ફ્લોરન્સ એકલી પડતાં મેડી રાત સુધી ચિંતામાં પડી ગઈ. પેાતાના ધાયલ પિતા એકલા તેકરાની વચ્ચે પડી રહે, એ વિચાર જ તેનાથી સહન થતેા ન હતા. નાનપણમાં તેને મેડી રાતે ચારીછૂપીથી પેાતાના પિતાના કમરા પાસે જઈને તેમને જોઈ આવવાની ટેવ હતી. આજે પણ છેવટે તે ઊઠી જ, અને ધીમે ધીમે દાદર ઊતરી પિતાના કમરા પાસે આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org