________________
રાતના એકીદાર
ર૭ આખા ઘરમાં પૂરેપૂરો સેપે પડી ગયો હતો. પિતાના કમરાનું બારણું, અંદર ગરમી કરવામાં આવી હોવાથી, હવાની અવર-જવર માટે ડું ઉઘાડું રાખવામાં આવ્યું હતું. અંદર બધું સૂનકાર હતું અને અંગીઠીની આગને ભડભડ અવાજ તથા ઘડિયાળનો ટકટક અવાજ સ્પષ્ટ સંભળાતા હતા.
તેણે અંદર નજર કરી, તો મિસિસ પિપચિન અંગીઠી પાસે જ આરામ ખુરશી ઉપર બૅકેટ ઓઢી ઘસઘસાટ ઊંઘતાં હતાં, એવું તેમના શ્વાસોચ્છવાસના અવાજ ઉપરથી લાગતું હતું.
ફ્લોરન્સ હવે ઝટપટ, ધીમે પગલે, અંદર પેઠી અને પિતાની પથારી પાસે જઈને ઊભી રહી. મિ. ડોમ્બીના કપાળમાં માટે ઘા થયો હોય તેમ ત્યાં બાંધેલા પાટા ઉપરથી લાગતું હતું. તેમને એક હાથ પણ ખૂબ પાટાપિંડીથી વીંટાળેલો પથારીની બહાર લાંબો થયેલો હતે.
તેમનો ચહેરે તત સફેદ થઈ ગયે હતો. આટલી નજીકથી અને આટલા લાંબા સમય સુધી ફ્લોરસે તેની જિંદગીમાં કદી પિતાના મુખ સામે જોયું ન હતું. એ મેં ઉપર જ્યારે ત્યારે તેને પોતા પ્રત્યે અણગમો, અવજ્ઞા અને ઉપેક્ષા જ જોવા મળ્યાં હતાં. પણ અત્યારે તે ચહેરાની સ્વસ્થ સ્વાભાવિક સ્થિતિમાં તેને પોતાના સાચા પિતાનાં જાણે અચાનક દર્શન થયાં ? કદાચ તે પોતાના ઉપર આશીવંદ વરસાવતા, પિતાને યાદ કરતા જ ઊંઘી ગયા હશે!
તે તરત જ પથારીની વધુ નજીક ગઈ. તેણે નીચી નમી, ધીમે રહી, પિતાને મુખ ઉપર ચુંબન કર્યું, અને પિતાનું માં ઓશિકા ઉપર તેમના મુખ સાથે જ થેલી વાર ગઠવી રાખ્યું. પછી પિતાને બીજે હાથે બીજી બાજુ લઈ જઈ, તે અધ્ધરથી જાણે પિતાને ભેટી પડી.
તેણે ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરવા માંડી: તે મિ. ડોબી ઉપર કૃપાદષ્ટિ રાખે; પિતા પ્રત્યે અકારણ કરતા દાખવવાના દેશમાંથી તેમને મુક્તિ આપે !
પછી તે ઝટપટ પિતાના કમરા તરફ પાછી વળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org