________________
ર૧
અકસ્માત ખરી વાત છે; જૂનાં મિસિસ ડોમ્બી બહુ સુખી જીવન ગાળી ગયાં. ”
જૂનાં મિસિસ ડોલ્બીમાં સારી સમજદારી તથા સાચી ભાવના
હતી.”
અને મિસ ડેબી પણ તેમનાં પિતાનાં મા જેવાં જ થયાં છે, નહિ વારુ?”
તરત જ મિ. ડોળીનો ચહેરો બદલાઈ ગયે; તેમના વિશ્વાસુ કારભારીથી એ વાત છાની રહી નહિ.
કાર્યર, નવાં મિસિસ ડોમ્બીની મારી પુત્રી પ્રત્યેની વર્તણૂક પણ મને મંજૂર નથી, એ વાતેય મારે તમને કરવાની છે.
માફ કરજે, તમારી વાત મને સમજાઈ નહિ.”
તો સમજી લે કે, મિસિસ ડોમ્બીને તમારે એમ પણ જણાવવાનું છે કે, મારી પુત્રી પ્રત્યે તે જે ભાવ બતાવે છે, તે પણ મને પસંદ નથી. કારણ કે, એને કારણે લેકીને તરત જ જોવા મળે છે કે, મિસિસ ડોમ્બી મારી પ્રત્યે કેવું વર્તન રાખે છે, અને મારી પુત્રી પ્રત્યે કેવું રાખે છે. તમે મિસિસ ડોમ્બીને જણાવજો કે, મારે એ સામે વિરોધ છે, અને તેમણે એ બાબતમાં પણ મારી ઈચ્છાને માન આપવાનું છે. તે મારી પુત્રી પ્રત્યે જે ભાવ બતાવે છે, તે તેમને કેવળ એક તરંગ પણ હોઈ શકે; કે મારા પ્રત્યેનો તેમનો વિરોધ બતાવવાની તેમની એક રીત પણ હોઈ શકે; પરંતુ એ બંને બાબતો મને નામંજૂર છે. અને ફરન્સ પ્રત્યે ભાવનો એ દેખાડ કરવાથી તે મારી પુત્રીનું કશું ભલું નહિ કરી શકે ! મારા પ્રત્યેની આજ્ઞાંકિતતા દાખવવા માટે જોઈએ તે કરતાં મિસિસ ડાબી પાસે વધારાનાં નમ્રતા કે કર્તવ્યભાન હોય, તો તે બીજે ગમે ત્યાં ઢળી શકે છે; પરંતુ મારી પુત્રી પ્રત્યે હરગિજ નહિ ! ”
ડો.—૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org