________________
અકસ્માત
૩૧૯ મિસિસ ડોમ્બીમાં ઘણું વિરલ આકર્ષણ છે, અને તેથી તેમને સૌ તરફથી પ્રશંસા અને સ્તુતિ મેળવવાની જ ટેવ છે. પરંતુ સાથે સાથે તેમનામાં જે પ્રેમ, આદર અને કર્તવ્યભાવના છે, તેથી આવાં તેવાં કારણોએ ઊભી થતી નાની સરખી ભૂલે ઝટ ટાળી શકાય, એમ હું માનું છું.”
“મિસિસ સ્કયૂટનના મૃત્યુ પહેલાં મારે અને તેમને આ અંગે વાતચીત થઈ હતી. તમે પણ એવા એક પ્રસંગે હાજર હતા એટલે એ અંગે થોડાઘણુ માહિતગાર છે જ –-”
“મારા જીવનનો એ કમનસીબ પ્રસંગ હું કદી નહિ ભૂલું. એકબીજાના પ્રેમમાં અતૂટ રીતે બંધાયેલાં તમે દંપતી વચ્ચે ઊભા થયેલા એક નાનાશા પ્રસંગે હું હાજર હતો, એ સામે મિસિસ ડોમ્બીને વાજબી રીતે ઘણે વિરોધ હતો. તમારા જેવા માણસ કે જેમણે મિસિસ ડોમ્બીને આ જગતમાં સ્ત્રીમાત્રને જેની ઈચ્છા રહે એ બધું અપ્યું છે, તેવા માણસને કંઈક નાખુશી થાય, એ કંઈ જેવી તેવી બાબત નથી; એટલે કોઈ ત્રીજા માણસની સમક્ષ એ નાખુશી વ્યક્ત કરાતી હોય, ત્યારે તેમના જેવાં સ્વાભિમાની બાનુને--અને એમનું એ સ્વાભિમાન તેમને કેટલું બધું છાજે છે --એ વસ્તુ ન ગમે, એ પણ યોગ્ય જ છે –-”
“મિસિસ ડોમ્બી અને હું એ બંને જણ જે બાબતમાં ભેગાં સંકળાયેલાં હાઈએ તેમાં તેમની ખુશી-નાખુશીનો નહિ, પણ મારી ખુશી-નાખુશીને વિચાર કરવો જોઈએ –-”
“અલબત્ત, અલબત્ત ! અને તમારા વિચાર કરીને જ, તમારાં માનવંત અને સમ્માનિત ધર્મપત્નીની ખુશી-નાખુશીને વિચાર અમારે કરવો જોઈએને?”
પણ હું જે કહેવા માગું છું, તે સાંભળો; મિસિસ ડેબી એવો વર્તાવ રાખી રહ્યાં છે કે, તેમની શાંતિ અને હિત જોખમાય તથા મારા મેભાને હાનિ પહોંચે મેં તેમને તેમનું વર્તન સુધારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org