________________
ડી એન્ડ સન રેબિન, તું હવે અહીંથી બહાર જઈ શકે છે.” અને રેબ બહાર ચાલ્યો ગયો એટલે કાકરે મિડોમ્બીને પૂછયું, “એ છોકરે કોણ છે તે કદાચ તમને યાદ નહીં હોય.?”
ના.”
“તમે નર્સ તરીકે જે બાઈ રાખી હતી, તેને એ દીકરે થાય. કદાચ હવે તમને યાદ આવશે કે, તમે એને કેળવણી આપવા એક સંસ્થામાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી.”
“એમ કે ? એ જ એ છોકરો કે? પણ તે ભાગ્યે જ પોતાની . કેળવણુને જેબ આપતો હોય !”
અરે ભારે દુત્ત જ છે; પરંતુ તમારા ઉપર તેની માને કારણે પોતાને કંઈક હકદાવો છે એમ માની, નોકરી માટે તે અરજી લઈ ઓફિસે તમને મળવા આંટા માર્યા કરતો હતો. અને મારે ખરી રીતે તમારી સાથે વેપાર-ધંધાને લગતી બાબતો પૂરતો જ સંબંધ હોવો જોઈએ, છતાં તમારે લગતી કોઈ પણ બાબત માટે મને એટલી બધી લાગણી રહે છે કે – ”
હા, હા, મને ખબર છે, કાર્લર, કે તમે તમારી નિષ્ઠા અને સભાવ માત્ર ધંધેદારી બાબતો પૂરતાં જ મર્યાદિત રાખતા નથી. તમે મારી લાગણીઓ, આશાઓ અને નિરાશાએ એ બધાંની બહુ ચીવટભરી ખેવના રાખો છો, અને તેથી જ આજે મારે ધંધા બહારની – અંગત જ કહોને –-એવી બાબત અંગે જ વાત કરવી છે, તે હું કશા સંકોચ વિના કરવા ઈચ્છા રાખું છું.”
તમારી એટલી ઈચ્છા માત્રથી જ મારી જાતને હું સમ્માનિત થયેલી માનું છું.”
મિસિસ ડોમ્બી અને હું અમુક મુદ્દાઓ ઉપર સહમત થઈ શકતાં નથી. અમે બંને જાણે હજુ એકબીજાને સમજી શકતાં જ નથી. મિસિસ ડોમ્બીએ હજુ કેટલીક બાબતો શીખવાની બાકી રહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org