________________
૩૨૨
ડાબી એન્ડ સન કાકરે હવે થોડો વખત ચૂપ રહીને પૂછ્યું – “તમે તમારી નાખુશી વ્યક્ત કરવાનું વાહન મને બનાવવાના છે, એવું મિસિસ ડાબી જાણે છે ખરાં ?”
હા, જાણે છે જ; કારણ કે, મેં પિતે જ તેમને એ વાત કરી છે.”
પણ મિસિસ ડેબીની મારા ઉપર ખફામરજી જેવું જ હોય, તે વખતે તમે મારી જ મારફતે એ બધું કહેવરાવે, તો એ બધું તેમને વિશેષ અણગમતું થઈ પડે, એમ તમે નથી માનતા ?”
તેને શું અણગમતું થઈ પડે કે ન પડે, તેનો વિચાર કરવાની મારે શી જરૂર વારુ ?”
ઠીક, સમજ્યો.”
અને જુઓ, હું જે કંઈ તમારી મારફત કહેવરાવું, તેનો કશે જવાબ તમારે લાવવાનો નથી. મેં મિસિસ ડોમ્બીને કહી જ દીધું છે કે, મારે તેમની સાથે કશી વાટાઘાટ કે સમાધાન- કરવાપણું હોય નહીં; હું જે કહું તે આખરી જ હોય.”
નાસ્તો પૂરે થઈ રહેતાં બંને જણ પોતપોતાના ઘોડા ઉપર બેસી શહેર તરફ વળ્યા.
કાર્કર બહુ મોજમાં આવી ગયો. બધું તેની ધારણું મુજબ જ થતું હતું, અને તેથી તે ઉત્સાહમાં આવી ખૂબ ખૂબ વાતો કરવા લાગ્યો. કાર્કરની વાતો કરવાની ફરજ છે એમ માની, મિ. ડોબી ગંભીરતાથી અને ગૌરવપૂર્વક એ બધું સાંભળી રહ્યા. જ્યાં વાતને આગળ ચલાવવા માટે જરૂરી એવું કંઈક બોલવું પડે તેટલું જ તે થોડા શબ્દોમાં વચ્ચે વચ્ચે બેલતા.
મિડોમ્બી, રૂઆબભેર, પિંગડાં લાંબાં રાખી અને લગામ ઢીલી મૂકી, ઘેડ કયાં ચાલે છે તે જોવા નીચું વળ્યા વિના, અદાથી આગળ વધતા હતા. તેવામાં, રસ્તામાં કેટલાક છૂટા પથ્થર આવતાં, વળાંકભેર ચાલતા ઘડાનો પગ એક પથ્થર ઉપરથી ખસ્યો. પહેલાં મિડોમ્બી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org