________________
૨૦e
કૌટુંબિક સંબંધે લઈશ જ. પણ એ ઉપાય હું લઉં તે પહેલાં તમે તમારા કર્તવ્ય બાબત અને ઉચિત વ્યવહાર બાબત ફેર-વિચાર કરશો અને ગ્ય માર્ગે આવશો, એવી હજુ હું આશા રાખું છું.”
મિડોમ્બી કુટુંબ સાથે બ્રાઇટન જવાના ન હતા, પણ તેમણે નાસ્તા વખતે મિસિસ ક્યૂટનને કૃપા કરીને જણાવ્યું કે, તે અવારનવાર ખબર કાઢવા ત્યાં જરૂર આવશે જ.
બ્રાઈટનમાં ડોકટરોએ મિસિસ ક્યૂટનને ઘોડાગાડીમાં બેસી બહાર રેજ ફરવા નીકળવાની સલાહ અને છૂટ આપી હતી. થોડે દૂર ગયા બાદ ઘોડાગાડી થોભાવી તે નીચે ઊતરતાં અને થોડું ચાલતાં.
આજે પણ તે પ્રમાણે તેઓ ઘોડાગાડીમાંથી ઊતરી પગપાળાં ચાલવા લાગ્યાં. એક ઘેરી છાયાવાળી ટેકરી સામે દેખાતી હતી. તે તરફથી અચાનક બે સ્ત્રીઓ આવતી દેખાઈ. તેઓ પાસે આવતાં એ બંનેની આકૃતિ પોતાની અને પિતાની માની આકૃતિની જ પ્રતિકૃતિ હોય એમ લાગવાથી નવાઈ પામીને એડિથ એકદમ ઊભી રહી.
એડિથ ઊભી રહી, તેની સાથે જ સામેથી આવતાં પેલાં બે પણ ઊભાં રહ્યાં. તે બેમાં પોતાની મા જેવી જે બાઈ હતી, તેણે પિતાના જેવી જે બીજી યુવતી હતી, તેને આ લોકો તરફ આંગળી કરીને કંઈ કહ્યું.
બંનેને પોશાક બહુ કંગાળ હતો; જુવાન બાઈના હાથમાં ગૂંથણકામ જેવી કંઈક વસ્તુઓ વેચવા માટે હતી; અને જે બુદ્દી હતી તે ખાલી હાથે હતી.
કેણ જાણે શાથી, પણ કપડાં, દમામ અને સૌંદર્યની બાબતમાં પેલી યુવતી દેખીતી જ પોતાનાથી ઘણી ઊતરતી હતી, છતાં એડિથ એ યુવતીની પોતાની સાથે સરખામણું કર્યા વિના ન રહી શકી. કદાચ એ યુવતીના ચહેરા ઉપર પણ તે પોતાના અંતરાત્મામાં હજુ અંકિત થયેલી લાગતી કેટલીક રેખાઓ જોઈ શકી હાય ! ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org