________________
૪૧
અકસ્માત
કેપ્ટન કટલની નોકરી છોડીને, તે જ રીતે પોતાનાં કબૂતરને ઉતાવળમાં થોડી ખોટ ખાઈને વેચી મારી, રેબ ગ્રાઈન્ડર પોતાના ખરા શેઠ મિ. કાર્કરને ત્યાં આવી હાજર થઈ ગયો. તેને આશા હતી કે, પોતે સોલોમન જિસને ત્યાં બજાવેલી જાસૂસીને લગતી અત્યાર સુધીની કામગીરીથી મિ. કાર્કર તરફથી શાબાશી જ મળશે.
કેમ મહેરબાન, તમે તમારી નોકરી છોડી, મારી પાસે કેમ દોડી આવ્યા ?” મિ. કાકરે રેબના હાથમાંના બંડલ તરફ નજર કરતાં કહ્યું.
સાહેબ, આપે હું છેવટના અહીં આવ્યો ત્યારે મને કહ્યું હતું ને કે...”
શું? મેં કહ્યું હતું? શું કહ્યું હતું?”
મિ. કાર્કરના પ્રશ્નથી છળી જઈને રોબે તરત જ ફેરવી તોળ્યું, “ના, ના સાહેબ, આપે કશું જ નહોતું કહ્યું.”
તેના માલિકે એ જવાબથી ખુશ થઈને પિતાની આખી બત્રીસી તેને બતાવી; તથા પછી તેને વધારે નરમ કરવા તેમણે ભવિષ્યવાણી ઉચ્ચારતાં કહ્યું –
તારી માઠી વલે થવાની છે, મિત્ર. મને તારી પાયમાલી અને બરબાદી સ્પષ્ટ નજરે પડે છે.”
માફ કરે, સાહેબ ! હું માત્ર આપને માટે જ કામ કરવા માગું છું; મને કંઈ પણ કામ બતાવો, હું વફાદારીથી કરીશ, સાહેબ.”
૩૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org