________________
૩૧૦
ડોમ્બી એન્ડ સન તેમ પણ, એ યુવતી જેમ જેમ તેના તરફ સ્થિર પલકે જોઈ રહી, તેમ તેમ એડિથના આખા શરીરમાં થઈને જાણે ટાઢની એક લહરી પસાર થઈ ગઈ
પેલાં પાસે આવી ઊભાં રહ્યાં એટલે બુઠ્ઠીએ તો મિસિસ ક્યૂટન પાસે કંઈક ભીખવા તરત જ હાથ લાંબો કર્યો; એડિથે પિતાની સામે જ જોઈ રહેલી પેલી જુવાન બાનુને પૂછયું –
તારી પાસે શું વેચવાનું છે, બાઈ?”
“માત્ર આ વસ્તુઓ છે,” પિતાના હાથમાંથી વસ્તુઓ આગળ ધરીને તેણે જવાબ આપ્યો, “બાકી, મારી પિતાની જાત તો કેટલાય વખત પહેલાં વેચાઈ ચૂકી છે.”
બાનુ સાહેબા, એ જે કંઈ કહે તે માનશો નહિ;” પેલી બુદ્ધી મિસિસ ક્યૂટનને સંબોધીને બરાડી; “એને એવી ભાષામાં વાત કરવાનું જ ગમે છે. તે મારી ફૂટડી પણ ઉચશૃંખલ દીકરી છે. મેં તેને માટે કેટકેટલું કર્યું છે, પણ મને બદલામાં તે ઘુરકિયાં-ઘરચિયાંથી પામ્યા જ કરે છે. જુઓને, અત્યારે જ પોતાની સગી મા તરફ તે કેવાં કાતરિયાં ખાય છે તે.”
મિસિસ સ્કયૂટને ધ્રુજતે હાથે પિતાની પર્સ કાઢી. પેલી બુદ્ધી તેમાંથી શું મળે છે એ ઈંતેજારીથી જોવા લાગી.
પણ એટલામાં એડિથ એ બુદ્ધી પ્રત્યે જોઈને બોલી ઊઠી, “બાઈ મેં તને પહેલાં ક્યાંક જોઈ છે.”
હા, મારાં જુવાન બાનુ! વૈરવિકશાયરની ઝાડીમાં તે દિવસે સવારે તમે તો મને કાંઈ જ ન આપ્યું, પણ તે સદ્ગહસ્થ મને કંઈક આપ્યું હતું ! ભગવાન તેમનું ભલું કરે !”
પિતાની મા પેલી બુદ્દીને કંઈક આપવા લાગી, ત્યારે એડિથે તેને રોકી; એટલે તે બોલી ઊઠી, “એડિથ મને રોકીશ નહિ. આ બહુ સારી બાઈ લાગે છે, અને પોતાની દીકરીની ભલી મા છે, – ભલે તેની દીકરી એને ઉપકાર ભૂલી જવા માગે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org