________________
૩૧૨
ડી એન્ડ સન જાહેર કર્યું કે, આખી જિંદગી દરમ્યાન આ ગામે, આ સ્થળે, મિસ ડેમ્ની સાથે આમ ભેગા થવાનું થશે, એની તેમને કલ્પના જ નહોતી ! જોકે, લંડનથી જ ભાળ મેળવીને ફરન્સની ગાડીની લગોલગ જ પાછળ ઊડતી ધૂળથી રૂંધાઈ ભરવાની પરવા કર્યા વિના, તે આવ્યા હતા, એ સાચી વાત હતી.
અને તમે ડિજિનિસને પણ સાથે લાવ્યાં હશે, મિસ ડોબી ?”
ડિજિનિસ પાસે જ હતો, અને મિત્ર ટુર્સે તેની હાજરી વગર કશે લક્ષમાં ન લીધી તેની સજા તરીકે તરત જ તે મિત્ર ટ્રસ્ટના પગ તરફ કૂદ્યો. ફૉરન્સે તેને વખતસર રેકી લીધે.
ડિજિનિસ તો તેના વતનની હવામાં આવ્યો હોવાથી બહુ ખુશમિજાજમાં છે, નહિ મિસ ડેસ્બી ?” મિટ્રસે છોભીલા પડ્યા વિના પૂછયું.
ફૉરન્સ જવાબમાં મીઠું હસી.
મિસ ડોમ્બી, તમારી માફી માગું છું, પણ હું ડોક્ટર ક્લિંબરને ત્યાં જાઉં છું; તમારે આવવું હોય તે !”
ફલોરન્સ તરત જ પોતાના નાનકડા ભાઈ પલના ભણતરના મથની ફરીથી મુલાકાત લેવા તેમની સાથે જવા તત્પર થઈ ગઈ અને મિ. સના હાથમાં પોતાનો હાથ તેણે ભેરવી દીધો. મિ. ટ્રસ્ટના પગ ધ્રૂજી ઊઠ્યા અને તેમને પોતાનો બર્જેસ એન્ડ કંપનીને સીવેલ સારે પોશાક પણ અચાનક ઘાંધા જેવો જ લાગવા માંડ્યો.
મિટ્રસ ડો. ક્લિંબરને ત્યાં પહોંચી પોતાના જૂના પરિચય તાજા કરવા લાગ્યા. દરમ્યાન ફરન્સ પિતાના ભાઈની ઓરડીમાં જઈ આવી. તે પાછી ફરી ત્યારે તેની આંખમાં આંસુ જોઈ મિત્ર ટ્રેસનું અંતર ચિરાઈ જવા લાગ્યું, અને પોતે તેને ડે. લિંબરને ત્યાં લઈ આવ્યા, તે ખોટું કર્યું એમ તેમને લાગવા માંડયું; અને ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં ફરન્સને તેમણે એમ કહી પણ દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org