________________
३०२
ડેબી ઍન્ડ સન પણ આ આખા પ્રસંગની ફલશ્રુતિ એ આવી કે, બંઝબીએ ભાખેલા ભવિષ્ય ઉપરથી, કેપ્ટન કટલને, સલેમન જિન્સ જીવતો છે, અને તે જરૂર પાછો આવશે, એવી ખાતરી થઈ ગઈ
અને કેટલીય વખત પોતાના મનમાં પોતાનો મિત્ર “આજે જરૂર આવશે જ' એવો આભાસ થાય, ત્યારે તે હોટલમાં જઈ તેને માટે વધારાના ભાણુને ઓર્ડર પણ સેંધાવી આવતા.
૩૯
કૌટુંબિક સંબંધ મિ. બી. જેવા માણસોના અભિમાનનું ઠંડું કઠણ કેટલું, તેની સામે તુમાખીભરી અવજ્ઞા અને સંઘર્ષના ઠોક પડે તોપણ સહેજે ઢીલું કે નરમ ન થાય. ઊલટું, એવા માણસોના સ્વભાવની કમનસીબી જ એ હોય છે કે, તેઓ તેમના પ્રત્યે બતાવાતાં આદર અને નમ્રતાથી જેમ માને છે, તેમ જ તેમના એ હક-અધિકાર સામે બતાવાતા વિરોધ અને કરાતા પડકારથી ઊલટા વધુ ભભૂકી ઊઠે છે.
તેમની પ્રથમ પત્નીએ તો પરણ્યાના દિવસથી માંડીને મરવાના દિવસ સુધી, તેમના એ હક-દાવાને ગુપચુપ માથે જ ચડાવ્યા કર્યો હતો. પોતાની બીજી પત્નીની તુમાખી અને તેનું અતડાપણું પોતાના ગૌરવમાં જ વધારો કરનાર બનશે, એવી તેમની માન્યતા હતી. એ બધું તેમની સામે ટેકવવામાં આવશે, એવી તો તેમને કલ્પના જ ક્યાંથી હોય? એટલે હવે જ્યારે ડગલે ને પગલે – દરેક તબક્કે તે વસ્તુ તેમની સામે આવીને ઊભી રહેવા લાગી, ત્યારે તેમનું અભિમાન જરા દીલું થવાને બદલે કે કંઈક ચિમળાવાને બદલે, નવા નવા ફણગાઓ રૂપે ઊલટું પાંગરી ઊઠયું.
ખાસ તો ફલેરન્સ ઉપર તેમને ઉકળાટ વધી ગયો : એ છોકરી પ્રથમ તેમના પુત્રનો કબજો લઈ બેઠી હતી, અને હવે તેમની નવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org