________________
૩૦૬
ડી એન્ડ સન એડિથ પાસેથી હજુ કશો જવાબ ન આવ્યો !
“તમારાં મા પાસેથી મને જાણવા મળ્યું છે કે, તેમને બ્રાઈટનનાં હવાપાણીની દાક્તરેએ સલાહ આપી છે. મારા મેનેજર મિ. કાર્કર ત્યાં જઈને એક ઘર રાખી આવ્યા છે. ત્યાંથી જ્યારે પાછી અહીં ફરવાનું થશે, ત્યારે આ ઘરની દેખરેખ અને વ્યવસ્થા માટે મેં ત્યાંથી મિસિસ પિપચિન નામનાં બાનુને અહીં લાવવાનું વિચાર્યું છે. પહેલાં એ બાનુને મારા કુટુંબમાં વિશ્વાસને કામે લેવામાં આવ્યાં હતાં. તે હવે આ ઘરમાં વ્યવસ્થાપકને હોદ્દો સંભાળશે. આવડા મોટા ઘર ઉપર એવું અનુભવી પીઢ કોઈક દેખરેખ રાખનાર હોવું જ જોઈએ.”
મિ. કાર્કરનું નામ સાંભળતાં અચાનક એડિથ થેડુંક ચોંકી; પણ પાછી તરત જ એ તેની મૂળ અવજ્ઞા-મુદ્રામાં આવી ગઈ.
પહેલાં પણ મિ. કાર્કર સમક્ષ મેં કંઈક વાત તમને કરી હતી, ત્યારે તમે તેમની હાજરીનો વાંધો ઉઠાવ્યો હતો; પણ હવે તમે એક વખત સાંભળી લે, મૅડમ, કે તમે જે તમારા રસ્તા નહિ સુધારો, અને મારી ઈચ્છાઓને અનુકૂળ નહિ થાઓ, તો મારે મારા એ વિશ્વાસુ માણસ મારફત જ મારો વિરોધ તમને પહોંચાડવો પડશે. જે બાનુને મેં આટલો મોભો બક્યો છે, તેની સમક્ષ હર હમેશ વાંધાવિધ રજૂ કરવાનું કે સુલક તકરારો કરવાનું મને પસંદ નથી.”
મિ. ડખ્ખી હવે પોતાનો વિજય સંપૂર્ણ બનેલો જાણી, તરત ઊઠીને ઊભા થયા.
હવે એડિથ ઉતાવળે એટલું બેલી – “થે, ભગવાનને ખાતર ! મારે તમને કંઈક કહેવું છે.”
આટલું કહ્યા પછી પણ પિતાના અંતરમાં ચાલતી ભારે ગડભાંજને કારણે તે ઝટ કંઈ બેલી નહિ. પછી થોડી વારે તે બોલી –
તમને મારી સાથે લગ્ન કરવા મેં કદી લોભાવ્યા છે ખરા ? તમને જીતવા માટે મેં કશી ચાલાકી વાપરી છે ખરી ? તમે જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org