________________
ડી એન્ડ સન મિસિસ મેકસ્ટિજરે પિતાને અવાજ મોટો કરીને ફરીથી પૂછયું, “હું જાણવા માગું છું, કેપ્ટન કટલ, કે તમે ઘેર આવવા માગે છે કે નહિ ?”
પણ એટલામાં બંઝબીએ જ હળવે અવાજે કહ્યું, “લાડકી ભ, થંભ !”
અને તમે મહીંશય કર્યું હશે વારુ? તમે શું કદી મારા મકાનમાં રહી ગયા છો ? મારી યાદદાસ્ત ગમે તેટલી ખરાબ થઈ હશે, પણ મારી પોતાની બાબતમાં કદી મને દગો દેતી નથી. અલબત્ત, મારી પહેલાં એ મકાનમાં મિસિસ જોલસન રહેતી હતી, અને તમે કદાચ તેને ભાડવાત હશે, અને મને ભૂલથી એ માની લીધી હશે; નહીં તો તમારે આવી રીતે મારી સાથે બેસવાની શી જરૂર ?”
“ભ ભ, મારી લાડકી; ચાલ, આમ આવ જોઉં!”
કેપ્ટન કટલ પોતે જાગતા છે કે ઊંઘમાં, એ જ નક્કી ન કરી શક્યા. પણ તેમણે બંઝબીને મિસિસ મેકટિંજરની પાસે જઈ પોતાને હાથ તેની કમરે વીંટાળી દેતા જોયા; અને પેલી પણ તરત મણ ઓગળે તેમ ઓગળી ગઈ અને એકદમ રોધાર આંસુએ રડી પડી.
પછી તો બંઝબી અંદરથી એક પ્યાલો તેને માટે ભરી લાવ્યા, અને પછી એક સળગતી મીણબત્તી હાથમાં લઈને કેપ્ટન કટલને સંબોધીને બેલ્યા, “હું ઘેર મૂકવા જાઉં છું.”
અને જાદુ કર્યો હોય તેમ તરત જ આખું લંગર ગુપચુપ દુકાનની બહાર વિદાય થઈ ગયું. કેપ્ટન કટલ માંડ પોતાને પરચૂરણનો ડળે ઉતારી, તેમાંથી થોડા સિક્કો લઈ, પિતાનાં માનીતાં બે છોકરાંના • હાથમાં આપી શક્યા.
બધાં ચાલ્યાં ગયાં, છતાં કેપ્ટન કટલના મનનો ભય દૂર ન થયો. તેમને એમ જ ભણકારા વાગ્યા કરતા કે, મિસિસ મૅકટિંજર હમણું બંઝબી ઉપર સીધો હુમલે કરી, તેમને રસ્તા ઉપર તોડી પાડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org