________________
૨૯૮
- ડેબી એન્ડ સન કે, તે પાછો આવશે. મેં શું કહ્યું, તે પાછો આવશે જ ? ના. શા માટે નહિ? તો મારા અભિપ્રાયની સચ્ચાઈ તેને અમલમાં મૂકવાથી જણાશે.”
કેપ્ટન કટલને તો પોતાના માનનીય મિત્રનું કથન જેટલે અંશે ન સમજાય એવું હોય, તેટલા પ્રમાણમાં જ મૂલ્યવાન લાગતું. એટલે તે બેલ્યા, “દોસ્ત, આ જે વિલ છે અને વસિયતનામું છે, તે તે
ઉઘાડવા માગતો જ નથી. તથા આ મિલકતને કાયદેસર કબજે પણ અબઘડી લેવા માગતો નથી. કારણ કે, આ મિલકતનો ખરે હકદાર સેલ જિલ્સ હજુ જીવે છે અને તે જરૂર પાછો આવશે. જોકે, તે જીવતો હોય છતાં અત્યાર સુધી તેણે એક પણ કાગળ મને નથી લખે, એ વાત જરા વિચિત્ર લાગે છે ખરી. તો પણ આ કાગળ, તમારી રૂબરૂ આજે મેં ખોલ્યા હતા, એવી ઉપર નોંધ સાથે હું પાછા સીલ કરી દઉં છું, એ બાબતમાં તમારે શું મત છે ?”
બંઝબીને ગ્રીનલેન્ડના કિનારા ઉપર કે બીજે ક્યાંય આ પ્રસ્તાવ સામે વાંધો લેવા જેવું કશું ન દેખાયું, એટલે તેમણે એ પ્રસ્તાવ મંજૂર રાખ્યો.
કેપ્ટન કટલે પછી એ પ્રમાણે નોંધ તથા સહી-દકત કરી, એ કાગળો તિજોરીમાં પાછા મૂકી દીધા. અને પછી મિત્ર બંઝબીને પોતાને માટે આટલે બધે પરિશ્રમ લીધા પછી વધુ એક પ્યાલાને તથા વધુ એક ચુંગીને ન્યાય આપવા વિનંતી કરી.
પરંતુ એ ક્ષણે એક ઉલ્કાપાત થયો, જેનું પરિણામ કેપ્ટન બંઝબી પાસે ન હોત, તો કેપ્ટન કટલ માટે કેવું આવત, તેની કશી જ કલ્પના કઈ કરી શકે તેમ નથી. વાત એમ છે કે, કેપ્ટન બંઝબીને બારણું ઉઘાડી મકાનમાં દાખલ કરતી વખતે, કેપ્ટન કટલ બારણુને અંદરથી બંધ કરવાનું ચૂકી ગયા હતા. એટલે એ બારણમાં થઈને મિસિસ મેકસ્ટિંજર પિતાનાં છોકરાંની લંગાર સાથે એકદમ અંદર ધસી આવ્યાં,– કેપ્ટન કટલનાં મકાનમાલિકણ સ્તો. તેમનાં છોકરાએ આવતાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org