________________
કંટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમી રહ્યું પેલાએ રૂમાલમાં એ બધાની તફાવાર ગાંઠે વાળી લઈ પછી લટક-સલામ કરી કેપ્ટનને આશ્વાસનની રીતે કહ્યું, “હું તમારા ઉપર કશે જુદો ભાવ રાખ્યા વિના કે બેટું લગાડયા વિના જાઉં છું, એની ખાતરી રાખજો.”
રેબ ગ્રાઈન્ડરના ચાલ્યા ગયા પછી કેપ્ટન કટલ છાપું વાંચવા બેઠા, પણ તેમને છાપામાં કશો અક્ષર દેખાવાને બદલે આખા બ જ દેખાયા કર્યો. આજે હવે તે પહેલી વાર ખરેખર એકલા પડયા હતા. મૅનેજર – કાર્કરના જાસૂસ તરીકે જ રેબ અહીં રહ્યો હોવા છતાં, કેપ્ટન તેની સબતમાં આ દુકાન-ઘરમાં નિરાંતે રહેતા હતા. - અલબત્ત, સાંજ પડયે લીડનહેલ માર્કેટમાં જઈ તેમણે એક ચોકીદાર સાથે રેજ સવારના અને સાંજે આવી દુકાન ઉઘાડવાની અને બંધ કરવાની ગોઠવણ કરી લીધી. ઉપરાંત હોટલમાં જઈ ભાણું રાજ કરતાં અડધું મેકલવાનું પણ કહી દીધું. જોકે, હવે તેમને મિસિસ મેકસ્ટિંજર દુકાનમાં ધસી આવે તે સામે સંરક્ષણાત્મક પગલાં વધુ જલદ બનાવવાની જરૂર લાગી. વળી આખા ઘરમાં એકલા તેમને પિતાને અવાજ જ તેમને કાને વિચિત્ર જે સંભળાવા લાગ્યો. છતાં, ધીમે ધીમે તેમને રોજિંદા વ્યવહાર ગોસ્વાઈ ગયો, અને તે પાછી સ્વસ્થ થવા લાગ્યા.
આ અરસામાં પોતાના મિત્ર સેલ જિસનું પાકિટ ઉઘાડવાની વરસની મુદત પૂરી થઈ. પહેલાં તો એ પાકિટ લાવનાર રેબ ગ્રાઇન્ડરની રૂબરૂ જ એ પાકિટ ઉઘાડવાનો તેમનો વિચાર હતો. પણ તે તો હવે રહ્યો નહીં. એટલે એ પાકિટ ખોલવાનું મહત્ત્વનું કામ તેમણે પોતાના ત્રિકાળજ્ઞ મિત્ર કેપ્ટન જોન બંઝબીની રૂબરૂ કરવાનું નક્કી કર્યું. અને એ પ્રમાણે તેમને ટપાલ-પત્ર લખી વહેલામાં વહેલી તકે પોતાને નવે સરનામે સાંજના વખતે મુલાકાત આપવા કેપ્ટન કટલે વિનંતી કરી. જોકે, પોતાનું નવું ઠેકાણું ગુપ્ત રાખવા તેમને ખાસ આગ્રહ પણ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org