________________
* પ્રશંસા કરી લાગણીથી જ કાળ
કૅપ્ટન અંડવર્ડ કટલનાં વધુ પરાક્રમે
૨૯૧ કેપ્ટનને કંઈક સમજૂતી ઉપર આવવું જરૂરી લાગ્યું. તેમણે પૂછયું, “તમે વારંવાર એક મધુર પ્રાણી બાબત મારી પાસે પ્રશંસાભરી વાત કાલ્યા કરે , ખરું ને?”
અરે કેપ્ટન જિન્સ, “પ્રશંસા' એ શબ્દ જ ખોટો છે– તદ્દન ખાલી છે. મારી ઈજજતના સેગંદ, મારી લાગણીઓ એ બાબતમાં કેવી છે, એ તમે સમજી જ શકવાના નથી. મને કોઈ એક જ કાળો રંગી નાખે, અને મિસ ડોમ્બીનો હબસી ગુલામ બનાવી દે, તો તેણે મારા ઉપર મેટામાં મોટો ઉપકાર કર્યો, એમ હું માનું. જે મારી બધી મિલકત લઈને કોઈ મારા જીવને મિસ ડેબીના કૂતરાની શરીરમાં દાખલ કરી આપે, તો મને લાગે છે કે, મારી પૂંછડી હું રાતે ઊંઘતી વખતે પણ હલાવવાનું બંધ ન કરું. અહા, મને એટલે બધો આનંદ થાય ! ”
મોટાભાઈ, તમને ખરેખર એટલી બધી ઇંતેજારી હોય—”
“અરે કેપ્ટન જિસ, મને એટલી બધી ઈંતેજારી છે કે, હું તપાવેલા લેખંડ ઉપર બેસીને કે સળગતા અંગારા ઉપર બેસીને કે ઊકળતા સીસા ઉપર કે ગરમાગરમ લાખ ઉપર બેસીને તે બાબતના સોગંદ ખાવા તૈયાર છું.” અને મિટ્રસ એ પદાર્થોમાં કઈ એ ઓરડામાં આસપાસ તૈયાર છે કે નહિ તે જોવા માટે ત્યાં ને ત્યાં ચારે ખૂણે ફરી વળ્યા. કેપ્ટને હવે સીધી વાત સંભળાવી દીધી --
જુઓ દીકરા, તમારી એ સ્થિતિ જ હોય, તો તમારા ઉપર દયા લાવવા જેવી પરિસ્થિતિ છે, એ હું કબૂલ કરું છું. પરંતુ તમારી આ વસ્તુમાં હું તમારી સાથે ભાગીદાર બની શકતો નથી; કારણ કે, એ જુવાન બાનુનું નામ મારે મોઢે વારંવાર લીધા કરવાથી મેં તેને કેટલું નુકસાન પહોંચાડયું છે, તે હું કલ્પનામાં પણ લાવી શકતો નથી. તેથી જે તમારે મને મળવા આવવું હોય, તો તમારે એ નામ આ મકાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org