________________
ડારી ઍન્ડ સન
રન્સ કંઈક ખેલવા જતી હતી તેને હાથ વડે રોકીને એડિથે આગળ ચલાવ્યું –
૨૭૮
“હું હંમેશ તારી સાચી મિત્ર બની રહીશ; તેમ જ આ દુનિયાનું બીજું કાઈ માસ તારી જેવી સંભાળ રાખે, તેથી ભલે નહિ તેા પણ તેટછી સંભાળ તા હું જરૂર રાખીશ. તું મારામાં તારા નિર્દોષ અંતઃકરણથી જેટલે! વિશ્વાસ રાખી શકે તેટલે રાખશે. મારા કરતાં વધુ સારી તેમ જ સાચી ઢગલાબંધ સ્ત્રીએ હશે, જેમને તારા પપા પરણી શકયા હોત; પરંતુ તેમની પત્ની બનીને આવનારી કાઈ સ્ત્રી તારા પ્રત્યે મારા જેટલી ભાવનાવાળી ન જ બની હેત, એવું હું છાતી ઠોકીને કહી શકું છું.”
'
“ હું જાણું છું મમા; તમને હું પહેલવારકી મળી તે મારા જીવનના સૌથી વધુ સુખી દિવસથી હું એ વાત જાણતી આવી છું.”
'
તારા જીવનને સૌથી વધુ સુખી દિવસ! જો કે મને એનું શ્રેય જરાય ઘટતું નથી; કારણ કે, તને જોઈ તે પહેલાં મને તારા વિચાર જ આવ્યે। ન હતા; પરંતુ વિશ્વાસ અને પ્રેમપૂર્વક તું જે શ્રેય મને અર્પે છે, તે ભલે ખરેખર મારું બની રહા! પણ –
""
ૉારન્સને હવે આગળ જે આવશે તેની બીક લાગવા માંડી,
<<
પણ મારા હૃદયમાં જે વસ્તુ છે જ નહિ, તે ત્યાં શે!ધવા વ્યર્થ પ્રયત્ન ન કરીશ. અને લૅારન્સ, એ વસ્તુ ત્યાં નથી તેથી કરીને મારાથી વિખૂટી પણ ન પડીશ. ધીમે ધીમે તું મને વધુ સારી રીતે સમજતી થઇશ. અને એક દિવસ એવા આવશે જ્યારે તું મને મારા જેટલી જ સમજતી હેાઈશ; તે વખતે પણ તું મારા પ્રત્યે ક્ષમાભાવ દાખવજે અને જીવનમાં મારી પાસે રહેનારી એક માત્ર મીઠી સ્મૃતિને કડવી ન બનાવી મૂકતી,”
અને આ ખેલતી વખતે ખરેખર તેની આંખેામાં આંસુ ભરાઈ આવ્યાં. તેને તુમાખીભર્યાં ચહેરે કદી આંસુ ધારણ કરે, એ વાત ફ્લરન્સની પેઠે જેણે નજરે જોયું ન હેાય, તે તેા માની જ ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org