________________
૨૮૪
ડેલ્ટી એન્ડ સન મિ. ડાબીએ મિ. કાર્કરને વિદાય આપતાં જણાવ્યું, “અમારા લગ્નજીવનના પ્રારંભે જ મેં મિસિસ ડોમ્બીના લક્ષ ઉપર એ વાત આણવા પ્રયત્ન કર્યો છે કે, તેમની આ પ્રકારની વર્તણૂક મને પસંદ નથી, અને તેથી તેમણે એ સુધારી લેવા કોશિશ કરવી જોઈએ. ગૂડ-નાઈટ કાર્કર.”
૩૭ એક કરતાં વધુ ચેતવણીઓ
ફર્લોરન્સ, એડિથ અને મિસિસ સ્કયૂટન બીજે દિવસે બહાર જવા તૈયાર થયાં હતાં. તેમની ઘોડાગાડી બારણે ઊભી હતી. મિસિસ સ્કટન સવારે પિવાતી ચોકલેટ પાલે પહોરે ત્રણ વાગ્યે પી રહ્યાં હતાં, તથા તેમની તહેનાતબાન. તેમના પોશાકમાં રહીસહી ટાપટીપ પુરી કરતી હતી. તેમને તહેનાતી વિધર્સ ટીપટોપ થઈને પાસે ઊભો હતો. માની આ ટાપટીપ જેવી ન પડે તે માટે એડિથ ફર્લોરન્સને લઈ બારી પાસે ગઈ અચાનક તેણે બારી બહાર નજર કરતાં વેંત જ મેં અંદર ખેંચી લીધું.
થોડી વારમાં જ બારણું આગળ ટકારા પડવા, અને બહાર આવેલા નોકર પાસેથી લઈને વિધર્સ મિસિસ ડાબી માટે મુલાકાતીનું એક કાર્ડ લઈ આવ્યો. એડિથે તે તરફ જોયા વિના જ કહી દીધું, “કહી દે કે હું હમણું બહાર જાઉં છું.”
વાહ દીકરી, કાનું છે એ જોયા વિના જ “ના” શું પાડી દે છે? લાવ જેઉં, વિધર્સ, કોનું છે? ઓહ આ તો મિત્ર કાર્કરનું છે ને ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org