________________
ઘરમાં ગરમાવો આવે છે
૨૮૧ મિ. કાર્કર એ પાર્ટીઓમાં હંમેશ સામેલ હોય જ. ફલેરન્સને એ માણસ જોતાં જ અણગમો અને અવિશ્વાસની લાગણું થઈ આવતી. પણ એ ધીટ માણસ હંમેશાં પોતાની બત્રીસી ખુલ્લી રાખી, કશાની પરવા કર્યા વિના એ સૌ સાથે હળતે મળતો – વાતચીત કરતો.
મિ. ડોમ્બી અને એડિથ વચ્ચે વધતું જતું અંતર જોઈ ફર્લોરન્સ બહુ દુઃખી થતી. જોકે, એડિથના કહ્યાથી જ એ વિષે કશી વાતચીત તે તેની સાથે ઉપાડતી નહિ. ફૉરન્સ એ વાત પણ સમજી ગઈ હતી કે, એડિથ તેના ઉપર ભાવ રાખે છે, એ વસ્તુ જ તેના પિતાની પિતા પ્રત્યે વધતી જતી ઉપેક્ષાવૃત્તિનું કારણ છે. એટલે કોઈ કોઈ વાર તેને એમ પણ લાગી આવતું કે, પિતે પહેલાંની પેઠે એકલવાયી, સોબતી કે મિત્ર વગરની, ભુલાઈ ગયેલી જ રહી હોત, તો વધુ સારું થાત.
મિસિસ ચિક પણ પિતાની રીતે ખૂબ દુભાયાં હતાં. તેમને કેટલીય પાર્ટીઓમાં નિમંત્રણ જ મળતું નહોતું. અને તેથી જ જ્યારે
જ્યારે તેમને નિમંત્રણ મળતું, ત્યારે ભારે ખર્ચ વેઠીને પણ એડિથ અને મિસિસ સ્કયૂટન આગળ પોતાના વૈભવને ડાળ દાખવવા તે પ્રયત્ન કરતાં. પરંતુ છેવટે તો તેમને મિચિક આગળ એક જ રોદણું રડવાનું રહેતું-“વાત તો જુઓ ! મને તેઓએ છેક ફલેરન્સ જેવી બનાવી મૂકી છે: કોઈ મારે ભાવ જ પૂછતું નથી ! ”
મિ. ચિકને પોતાનો પણ કશો જ ભાવ પુછાતો ન હોઈ, તેમને પોતાની પત્નીની આ વાત સામે કશે વિરોધ નહોતો.
મારી અહીં જરૂર હોય, એવું તમને લાગે છે?” મિસિસ ચિકે પાર્ટી દરમ્યાન જ તેમને પૂછયું.
ના, ડિયર, કોઈને જરૂર હોય તેવું મને તો નથી લાગતું.” પતિએ જવાબ વાળ્યો.
પેલ ગાંડો થઈ ગયો છે !” મિ. ચિકે જવાબમાં સીટી વગાડવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org