________________
૩૬ ઘરમાં ગરમા
આવે છે
પછીના ઘણા દિવસો એક જ ઘરેડમાં પસાર થયા; ઘણીય મુલાકાતો અપાઈ અને લેવાઈ. ઉપરાંતમાં મિસિસ ક્યૂટન પોતાના કમરામાં કેટલાય આગવા દરબાર ભર્યો જતાં,જેમાં મેજર ઑગસ્ટક હાજર હોય જ. ફલોરન્સ પોતાના પિતાને જ જતી, પણ ફરીથી તેના તરફ તેમણે બીજી નજર કરી નહોતી. એડિથ જયારે બહાર જઈને પાછી આવતી, ત્યારે નિયમ તરીકે ફલેરન્સને મળવા પોતાની પાસે લાવતી અથવા જાતે તેની પાસે જતી. અને રાતે તો ગમે તેટલું મોડું થયું હોય તે પણ પોતાના કમરામાં જાય તે પહેલાં ફલેરન્સ સાથે કે તેના કમરામાં લાંબે વખત તે બેસતી જ – અલબત્ત ગુપચુપ- ખાસ કંઈ વાતચીત કર્યા વિના જ !
પરિણામ એ આવ્યું કે, મિ. ડાબી પોતાના કુટુંબ સાથે ભેગા બેસી વાતો કરવાનું ઊભું ન કરી શક્યા; એટલે તેમણે બીજાઓને નિમંત્રણ આપી, તેમની સાથે જાહેરમાં સહકુટુંબ બેસવાનો રસ્તો અમલમાં મૂક્વા માંડ્યો. અને એ માટે કેટલીય “પાટી” એ ગોઠવાઈ ગઈ
એ પાર્ટીઓમાં એડિથ હંમેશાં ફલેરન્સને સાથે જ રાખતી – અલબત્ત, એ બેને એમ સાથે જોઈ, મિડોબીનું માં મધુરજનીએથી પાછા આવ્યાની રાતે જેવું કાળું અંધાર થઈ ગયું હતું, તેવું જ થઈ જતું. પણ ફલેરન્સની તો પિતાના એ મોં સામું જોવાની હિંમત રહેતી નહિ, અને એડિથ મિ. ડોબીના મેં સામું જોવાની પરવા કરતી નહિ.
૨૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org