________________
૨૭૬
ડી એન્ડ સન તે ચૂપ થઈ ગયો. પરંતુ પછીથી એડિથને જે ભાવથી ફર્લોરન્સ સાથે બેસીને વાત કરતી તેણે જોઈ તે ઉપરથી તેને ખાતરી થઈ ગઈ કે, એડિથ તો ફલેરન્સની પરમ હિતેચ્છું છેએટલે તે બંનેના પગની લગોલગ અને બંનેના માં સામે નજર રહે તે રીતે શાંતિથી આડે
પડયો.
પ્રથમ તો ફરસે આ બધા દિવસે શી રીતે વીતાવ્યા તે વિષે વાત ચાલી; પછી ફલેરન્સના રસનાં પુસ્તકો તથા પ્રવૃત્તિઓ ઉપર વાત આવી. પરંતુ ફૉરન્સ વચ્ચે જ પોતાના મનમાં ઘુમતી વાત ઉપાડી –
ઓ મમાં ! એક વાત એવી બની ગઈ છે, જેનાથી હું બહુ જ ખિન્ન બની ગઈ છું.”
એવું તે શું બની ગયું છે, ફલેરન્સ ? ફૉરસે પિતાના બંને પંજા મોં ઉપર ઢાંકી દઈ, એક વખત તો ડૂસકાં ભરતાં ભરતાં રડી લીધું, પછી વોટરનું જહાજ ડૂબી ગયાની વાત તેને કહી.
પણ વહાલી, વોલ્ટર કેણ હતો, અને તારે મન શું હતો, તે મને કહે જેઉં.”
મમા, એ મારે માનેલો ભાઈ હતો; વહાલ પલ મરી ગયો ત્યારે અમે બંનેએ એકબીજાનાં ભાઈબહેન બનવાનું સ્વીકાર્યું હતું. હું નાની હતી ત્યારથી તેને ઓળખું છું. કારણ કે, એક વખત હું ભૂલી પડી હતી, ત્યારે તે મને ઘેર પાછી લાવ્યો હતો. નાના પૉલને પણ તેના ઉપર બહુ ભાવ હતો, અને તેણે મરતી વખતે પાપાને કહ્યું હતું, “વહાલા પપા, વેટરની સંભાળ રાખજે. છેલ્લી ઘડીએ તેણે ઑલ્ટરને મળવા પણ તેડાવી મંગાવ્યો હતો; અહીં આ ઓરડામાં જ !”
“અને તારા પપાએ વોટરની કશી સંભાળ રાખી ખરી ?” એડિથે કડવાશ સાથે પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org