________________
२७५
સુખી જોડું જ માનતા હતા કે, એડિથ ગૌરવ અને પ્રતાપિતા જ દાખવી શકે તેમ છે-ભાવ-પ્રેમ કદી નહિ.
“મમાં, જરા ધીમેથી બેલ; પપા ઊંઘી ગયા છે.”
હવે એડિશન ચેકવાને વાર.આવ્યો. તેણે મિ. ડેામ્બી જે ખૂણામાં સૂતા હતા તે તરફ નજર કરી અને કહ્યું, “તું અહીં તેમની પાસે હઈશ એની મને કલ્પના જ શી રીતે આવે ? હું તો અહીંથી વહેલી ચાલી ગઈ હતી જેથી ઉપર તારી સાથે નિરાંતે બેસાય. પણ જ્યારે તારા કમરામાં ગઈ ત્યારે ખબર પડી કે, મારું પંખીડું ક્યાંક બહાર ઊડી ગયું હતું. તો ચાલ હવે, તારા કમરામાં.”
પપા ઊઠશે, ત્યારે હું અહીં જ બેઠી હઈશ, એવી અપેક્ષા તે તે નહીં રાખે ને ?” ફલોરન્સ ખચકાતાં ખચકાતાં બેલી.
“ તું અહીં હાજર હોય એવી અપેક્ષા તે રાખશે, એમ તું માને છે, ઘેલી ?”
ફરજો માથું નીચું નમાવી દીધું અને પછી બધું ટોપલીમાં સમેટી લીધું. પછી બંને જણ સગી બહેને હોય તેમ એક બીજનો હાથ પકડી સાથે સાથે ચાલતી થઈ
એડિથની ચાલ અને પગલાં પણ કેવાં જુદાં બની ગયાં હતાં ? મિ. ડાબી એ તરફ જોઈ રહ્યા. પછી વિચારમાં પડી જઈ પાસેના ચર્ચના દેવળમાં ત્રણ વખત ટકોરા પડ્યા ત્યાં સુધી તે એ ખૂણામાં જ બેસી રહ્યા. મીણબત્તીઓ એક પછી એક બુઝાઈ ગઈ, પરંતુ મિત્ર ડોમ્બીના ઉપર જે કાળાશ છવાઈ રહી હતી, તે રાત્રીના અંધારાની ન હતી.
ફરન્સ અને એડિથ, નાના વૅલના કમરામાં અંગીઠી સામે ઘણુ વાર સુધી વાતો કરતાં બેઠાં. ડિજિનિસે પહેલાં તે ઓડિશને દેખીને ખૂબ ભસવા માંડ્યું હતું. પણ ફરજો તેને કયો એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org