________________
૩૫
સુખી જોડું
મિ. ડોમ્બી અને એડિથ, – હવે મિસિસ ડોમ્બી – મધુરજની માટે પેરીસ જઈને પાછા ફર્યા. ફલોરન્સ પિતાને સામી મળવા આવી ત્યારે તેમણે, “કેમ છે, ફૉરન્સ ?” એમ કરીને હાથ લાંબો કર્યો. ફૉરન્સ પ્રૂજતાં ધ્રૂજતાં એ હાથ પોતાના હોઠ સુધી ઊંચો કર્યો, ત્યારે તે જોઈ શકી કે, પિતાની નજર હમેશની માફક ઠંડી જ હતી. પરંતુ આ વખતે તેના ઉપર નજર પડતાં વેંત પિતાની નજરમાં પહેલાં કદી ન દેખાયેલે એવો કશેક નવાઈનો ભાવ તેને દેખાય.
ફરન્સ ફરીથી પિતાની નજર સામે પોતાની નજર ઊંચી ન કરી શકી; પરંતુ તેને લાગ્યું કે, પિતા તેને કંઈક “ગમાની રીતે નિહાળી રહ્યા હતા : અણગમાની રીતે નહિ.
એડિથ તો શિષ્ટાચાર પૂરતી પોતાની માના ગાલ ઉપર સહેજ હોઠ દબાવી, ફૉરન્સ તરફ જ ઉતાવળે પહોંચી અને તેને ભેટી પડી.
મિસિસ ક્યૂટને હવે ઘરમાં થયેલા બધા સુધારાઓ તરફ મિત્ર ડબ્બીનું લક્ષ ખેંચીને સંતોષ તેમ જ આનંદ વ્યક્ત કરવા માંડયો, તથા કહ્યું કે, “ઘર હવે મહેલ જેવું જ દેખાય છે.”
મિ. ડેબીએ પણ જવાબમાં કહ્યું, “ખરે જ, ઘર હવે સારું શોભે છે; મેં હુકમ આપ્યો હતો કે, એ બધા અંગે જેટલું ખર્ચ કરવું પડે તેટલું કરવું અને જોઉં છું કે, પૈસાથી જે કંઈ થઈ શકે, તે બધું જ કરવામાં આવ્યું છે.”
અને પૈસા શું ન કરી શકે, વહાલા ડોમ્બી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org