________________
૨૭૨
ડી એન્ડ સન હા; પૈસા બહુ શક્તિશાળી ચીજ છે, મેડમ.” આટલું કહી, મિ. ડોમ્બીએ પોતાની પત્ની સામે સંમતિ માટે જોયું; પણ તે તો એક શબ્દ પણ ન બેલી. એટલે મિડોમ્બીએ થોડી વાર ચૂપ રહીને તેને જ સંબોધીને કહ્યું, “આ બધા ફેરફાર, મિસિસ ડાબી, તમને ગમે છે, એમ હું માનું છું.”
“બધા સુધારા જેટલા સુંદર કરી શકાય તેટલા કરવામાં આવ્યા છે. અલબત્ત તે એવા જ હોવા જોઈએ, અને હું માનું છું કે, એ તેવા થયા છે.”
એડિથના મેં ઉપર સામાન્ય રીતે અવજ્ઞાન ભાવ જ જડાયેલો રહેત; પણ જ્યારે મિત્ર બની ધનસંપત્તિને કારણે તેમના પ્રત્યે પ્રશંસા કે આદર બતાવવાના થતાં, ત્યારે તેના મોં ઉપર જે નફરત અને તિરસકાર છવાઈ રહેતાં, તે જુદી જ કક્ષાનાં હતાં. મિ. ડોમ્બી પિતાના જ ઘમંડના અંધાપામાં એ વસ્તુ જોઈ શકતા હતા કે નહિ, તે જુદી વાત છે; પરંતુ તેમને એ બાબતનું ભાન થાય એવી તકે આપવામાં એડિથ કશી જ કસર રાખતી નહોતી ! મિ. ડેબી એ બધું જોઈ શકતા હોત, તો એ પણ જોઈ શકયા હોત કે, તેમની અત્યારની અફાટ ધનસંપત્તિ દશહજાર ગણી વધી જાય, તો પણ આ તુમાખી સ્ત્રી તરફથી તેમને પ્રશંસા કે આદરનું એક બિંદુ પણ વિશેષ ન મળત. ધનસંપત્તિની તાકાતને સ્વીકારીને તે ભલે બદલામાં તેમની પત્ની થવા કબૂલ થઈ હતી, છતાં એ કારણે જ એ ધનસંપત્તિને વધુ ધુત્કારતી પણ હતી; અને એ ધનસંપત્તિનો દરેક ઉલ્લેખ તેને પોતાની જ નજરમાં વધુ હલકી પાડવાનું કામ કરતો.
' લગ્ન બાદના પ્રથમ સહભજન દરમિયાન કશી ખાસ વાતચીત ન ચાલી; ત્યાંથી ઊઠીને ઈગરૂમમાં ગયા પછી પણ ! મિસિસ
યૂટન એક કલાક પોતાના પંખા પાછળ બગાસાં છુપાવવાના પ્રયત્ન કરીને, આનંદ કથી પિતાને થાક લાગ્યો છે એવું બહાનું કાઢી સૂવા જ ચાલ્યાં ગયાં. એડિથ પણ ગુપચુપ ચાલી ગઈ તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org