________________
E
નવી નિશાળ ખાસ ભલામણ કરવામાં આવી અને તે પણ એ કામે પૂરા જુસ્સાથી લાગુ થઈ ગઈ
“તારી ઉંમર કેટલી થઈ ડેબી?મિસ ક્લિંબરે પૂછયું. “છ વર્ષ.” “તને લેટિન વ્યાકરણ કેટલું આવડે છે ?” “જરા પણ નહિ.”
મિસ ક્લિંબરના માથા ઉપર વીજળી તૂટી પડી. છ વર્ષને છોકરે, અને લૅટિન વ્યાકરણને સ્પર્શ પણ નથી થયો ! બીજી શિક્ષણ સંસ્થાઓવાળાં કરે છે શું ?
“મારી તબિયત સારી નહોતી રહેતી; હું અત્યાર સુધી માં જ રહ્યા કરતો હતો, એટલે મારે બહાર ખુલ્લામાં ફર્યા કરવાનું જ જરૂરી હતું. ઓરડામાં ભરાઈ વાંચવા-લખવાની મને મનાઈ હતી. તમે હજુ પણ ભલા શ્લબને બેલાવી મંગાવશે, તો તે મને બહાર ફરવા લઈ જશે. મારે એવી ખુલ્લી હવામાં નિરાંતે ફરવાની બહુ જરૂર રહે છે.”
ગ્લબ ? એ વળી ક પદાર્થ છે ?”
“એ તે બહુ ભલે માણસ છે; બુદ્દો છે. મને બહુ સંભાળથી દરિયાકિનારે ફરવા લઈ જતો અને બહુ સારી સારી વાત કહેતો – કેટલાંય પ્રાણીઓની, કેટલાંય પંખીઓની ! એ બધાં પ્રાણીઓ કેવી રીતે આપણને લેભાવે છે, અને આપણે કેવી રીતે તેમનાં જડબાંમાંથી ડીક યુક્તિથી છટકી જઈ શકીએ, એવી એવી વાતો ! એટલે તમે કોઈ કોઈ વાર બુટ્ટા ગ્લબને મારી પાસે આવવા દેજો. મને બહુ ગમશે.”
તરત જ મિસ ક્લિબરે ડોકટરને ફરિયાદ કરી. ડૉકટર ક્લિંબરે આ નાનકડા છેકરાના મન ઉપર નાખવામાં આવેલા કુસંસ્કારે ઝટ ઉખેડી નાખવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો, તથા ઝટપટ પોલને અભ્યાસ ઉપર ચડાવી દેવા આગ્રહ કર્યો. કારણ કે, “અભ્યાસ વસ્તુ છોકરાઓનાં ખાલી મનને ઝટ ભરી કાઢે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org