________________
૧૩૨
ડી એન્ડ સન ચાલશે. આવતી કાલે સવારે તો આપણે હસતાં-પંખી જેવા બની રહીશું, ખરુંને, કાકા! અને આકાશમાં પણ એટલા જ ઊંચા ઊડતા હોઈશું. પણ કાકા, આપણી બધી પેલી” ઊડતી ધારણાઓનું તો હવે મીંડું વળી ગયેલું જ ગણવાનું!”
વલી, દીકરા, એમ ન થાય તે માટે હું મારાથી બનતી બધી કોશિશ કર્યા કરીશ.”
કાકા, એ બાબતમાં કઈ કોશિશ તમે કરશો એ તો કોણ જાણે; પરંતુ મેં તમને જેટલું કરવાનું કહ્યું છે, તેટલું તે કદી ન ભૂલશો.”
ના, દીકરા, નહીં ભૂલું. મિસ ડોમ્બીના જે સમાચાર અને મળશે, તે બધા તને જણાવતો રહીશ. તે બિચારી છેક જ એકલી પડી ગઈ હશે; પણ દીકરા, એ સમાચાર સામાન્ય જ હશે; મને કશું વિગતવાર તો એ ઘેરથી શી રીતે જાણવા મળવાનું છે?”
“જુઓ કાકા, હું હમણું જ ત્યાં જઈ આવ્યો.”
“હું ? હું ?” કાકાએ એકદમ આંખે – ચરમાં બધું એકદમ ઊંચું ચડાવી, નવાઈ પામીને પૂછયું.
“તુમને મળવા નહીં; જો કે મિ. ડી પરગામ ગયા હોવાથી, મારે એમને મળવું હેત તો મળી શકત. પરંતુ હું તો સુસાનને મળવા ગયો હતો. મેં તેને કહ્યું કે, “હું કાલે સવારે વિદાય થાઉં છું; અને મારા કાકાને, તે દિવસથી માંડીને, એટલે કે જ્યારે મિસ ડેબી ભૂલાં પડી અમારે ઘેર આવ્યાં હતાં, ત્યારથી માંડીને સ્તો – તેમના સમાચાર જાણુતા રહેવાની તથા ઉપરાંતમાં તેમની કંઈ પણ સેવા બજાવી શકાય તો પણ બજાવતા રહેવાની બહુ ઉત્કંઠા રહે છે. એટલે તમે – સુસાન પતે – આવીને કે મિસિસ રિચાઝ મારફતે એમના ખુશીસમાચાર મારા કાકાને જણાવતાં રહેશે, તો તે બહુ આભારી થશે. સંજોગે પ્રમાણે આટલું તો કહી શકાય ખરુંને કાકા ?”
“હા, દીકરા, તેં એને કહ્યું તે સારું કર્યું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org