________________
કે તેણે આપી ભયે ભાર .
એટલું જ
એડિથ
૨૦૫ એકલાં પડ્યા પછી તેમણે એડિથને પૂછ્યું, “કાલે પેલો મુલાકાત માગીને મળવા આવવાનો છે, એ વાત તું કેમ મને કરતી નથી, રે?”
“કારણ કે, તમે જાણો છે, માતુશ્રી !”
એ એક છેલ્લા શબ્દ ઉપર એડિથે જે કટાક્ષભર્યો ભાર મૂક્યો હતો, તેથી ડેસી આખી ને આખી કંપી ઊઠી.
“તમે જાણો છો કે, તેણે મને ખરીદી લીધી છે,” એડિથે આગળ ઉમેર્યું; “તેણે પિતાને સે ઈ-વિચારીને કર્યો છેએટલું જ નહિ, પોતાના મેનેજરને પણ એ સોદાની બાબતમાં પૂછી લીધું છે. એ સાદો આટલી સહેલાઈથી પતવી શકવા બદલ તેને અભિમાન પણ થાય છે, કારણ કે, બીજા યુવાનોને બીજી યુવતીઓનાં હૃદય જીતવા જે કાંઈ તકલીફ લેવી પડે છે, તેવી કશી જ તેને લેવી પડી નથી ! “માલ” તેને ખરીદવા માટે જ ધરવામાં આવ્યો હતો, અને તેની પાસે એ માલ ખરીદવા માટે પૂરતા પૈસા હતા જ ! એટલે કાલે સદો પાકે થઈ જશે. હે ભગવાન, છેવટે આ માટે હું જીવતી રહી હતી ?”
એ છેલ્લા શબ્દો બોલતી વખતે એના આખા સુંદર માં ઉપર પોતાની જાત પ્રત્યેની ઘણુનો ભાવ વ્યાપી રહ્યો હતો..
મા હવે હવે તકી ઊઠી, “તું તારા મનમાં શું સમજે છે ? નાની છોકરી હતી ત્યારથી તું –”
હૈ? નાની છોકરી ? તમે મને ક્યારે નાની છોકરી રહેવા દીધી છે? પહેલેથી તમે મને પુરુષોને ફાંદવા માટેની કાવતરાખોર, ધંધેદારી, નખરાંબાજ સ્ત્રી જ બનાવી રાખી છે – હું મારી જાતને કે તમને ઓળખું તે પહેલાં ! તમે એક પૂરી સ્ત્રીને જ જન્મ આપે છે; અને આજે એ સ્ત્રીએ તમારા ધાર્યા મુજબનો એક માતબર શિકાર તેડી પાડ્યો છે.”
આટલું બોલી તેણે પોતાની છાતી ઉપર પોતાને હાથ જોરથી પછાડ્યો અને આગળ કહ્યું, “જુઓ મા, મારી સામે જુઓ. તમારું આ ફરજંદ પ્રમાણિક હૃદય શું છે કે પ્રેમ શું છે, એ શીખ્યું જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www