________________
ભાઈબહેન
૨૭ કેટલાય રસ્તાઓની જુદા જુદા રંગની ધૂળ તથા કાદવનાં ધાબાં પડેલાં હતાં, એ ઉપરથી તે ઘણે દૂરથી પગપાળી આવતી હોય એમ સમજાતું હતું. તેના ગુચ્છાદાર વાળને વરસાદમાંથી પલળતા બચાવે તેવું તેને માથા ઉપર બેનેટ જેવું કશું ન હતું. માત્ર એક ફાટેલો રૂમાલ તેણે ત્યાં જેમ તેમ વીંટી રાખ્યો હતો. પણ પવનથી ઊડતા તેને છેડા તથા વાળની લટે, તેની આંખો ઉપર ફરી વળી તેને છેક જ અંધ બનાવી દેતાં, ત્યારે તે ડુંક થોભીને એ બધું પાછળ ખસેડી લેતી અને પાછી આગળ ચાલવા લાગતી.
એવે એક વખતે હરિયેટને તેનું મેં કંઈક સ્પષ્ટ દેખાયું. તે મેં ઉપર એક પ્રકારનું નફિકરું, અને ખરાબ ઋતુ તો શું પણ સૌ બાબતની અવજ્ઞાભરેલું સૌંદર્ય છવાઈ રહેલું હતું. તેના ખુલ્લા માથા ઉપર ઈશ્વર કે મનુષ્ય જે કંઈ વરસાવે, તેની તરફ છેક જ ઉપેક્ષાને ભાવ તેના ચહેરામાં પ્રગટ થતો હતો; જાણે તેના અંતરમાં બધું શુભ, બધું સુંદર થીજીને પથ્થર બની ગયું હોય, અને તેના છૂટા ઊડતા વાળની પેઠે, ઈશ્વર તરફથી મળેલી બધી બક્ષિસે તેણે હવામાં ઉરાડી દીધી હોય !
પણ તોફાન વધતું જતું હતું, અને રાત પડતી જતી હતી. પેલી બાઈ ધૂમસમાં થઈને શહેર કેટલું દૂર રહ્યું તે વારંવાર જોવા પ્રયત્ન કરતી હતી. તે હિંમત અને મક્કમતાથી પગલાં ભરતી હતી, પણ ખૂબ થાકી ગઈ હોવાથી છેવટે વરસાદનો વિચાર કર્યા વિના, રસ્તાની કિનારે પડેલા પથ્થરના ઢગલા ઉપર બેસી ગઈ.
તે બરાબર હરિયેટની બારી સામે જ બેઠી હતી. થોડી વાર હાથના પંજા ઉપર ટેકવી રાખ્યા બાદ જેવું તેણે માથું ઊંચું કર્યું કે તેની અને હરિયેટની નજર એક થઈ
એકદમ હરિયેટ ઊભી થઈ ગઈ. બારણું આગળ આવી, તેણે પિલી બાઈને પાસે આવવા નિશાની કરી. પેલી ઊઠીને ઘૂરકતી ઘૂરકતી તેની તરફ આવી. ડ–૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org