________________
२९०
ડી એન્ડ સન ત્યાં મારે મા છે ખરી; પણ તેના ઘેલકાને ઘર કહી શકાય, તો તેને પોતાને મારી મા કહી શકાય !” એ જરા કડવું હસીને બેલી.
હેરિયેટ હવે તેના હાથમાં થોડા પૈસા આગ્રહપૂર્વક મૂકીને બેલી, બહેન, આ લેતાં જાઓ; બહુ થયું છે, પણ એક દિવસ માટે તે તમને તકલીફમાંથી બચાવી લેશે.”
તમે પરણેલાં છે ?”
“ના, હું મારા ભાઈ સાથે રહું છું. મારી પાસે વધુ હોત, તો હું તમને થોડું વધારે આપત.”
“તમે મને ચુંબન કરવા દેશો?”
હેરિયેટના મોં ઉપર અણગમાને કે તિરસ્કારનો કશે ભાવ ન દેખતાં, પેલીએ નીચા નમી હેરિટના ગાલ ઉપર પોતાના હોઠ ચાંપી દીધા; અને પછી તેને હાથ ફરી પિતાના હાથમાં લઈ પોતાના આખા મોં ઉપર દબાવી દીધું.
ત્યાર પછી, ઘેરી બનતી રાતમાં, ઘૂઘવતા પવનમાં અને પછાડ ખાતા વરસાદમાં તે પેલા ધૂમ્મસ-ઢાંક્યા શહેર તરફ રવાના થઈ ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org