________________
૩૪
મા-દીકરી
પાલીને ઘેર જતાં નાનપણમાં રન્સ ભૂલી પડી હતી તે વખતે તેને પોતાના ઘેલકામાં લઈ જઈ તેનાં કપડાં ઉતારી લેનાર બુટ્ટી ડેસી મિસિસ બ્રાઉનની યાદ વાચકને હશે જ. તે અત્યારે વરસતા વરસાદમાં ટાઢે ઠૂંઠવાતી પોતાના ઘેલકામાં થોડા ઘણું તણખા આગળ કેકડું વળીને બેઠી હતી. ઘેલકામાં એ તણખા સિવાય બીજા કોઈ દીવાને પ્રકાશ નહતો. એક ખૂણામાં ચીંથરાને ઢગલો હતો; બીજામાં હાડકાંનો. એક બાજુ ભાંગ્યો તૂટો ખાટલે હતો અને બે કે ત્રણ ખંડિત ખુરશીઓ અને ટેબલેને ભંગાર.
અચાનક બારણું ઉપર થપથપાટ અવાજ આવ્યું, અને પછી એરડામાં કોઈ દાખલ થયું તેનાં પગલાંનો.
“કોણ છે?” ડેસીએ પાછી વળીને ચેકીને પૂછયું. “સંદેશ લાવનાર.” એક સ્ત્રીને અવાજ આવ્યો. “સંદેશો ? ક્યાંથી ?”
દરિયા પારથી.”
ડેસીએ દેવતા જરા સંકર્યો અને પછી તેના પ્રકાશમાં પેલી મુલાકાતી બાઈ પાસે જઈ તેના મેં સામે જેવા પ્રયત્ન કર્યો. પણ પછી તરત એક નિસાસો નાખી પોક મૂકી. શું છે, શું છે ?” પેલી મુલાકાતી બાઈએ પૂછયું.
૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org