________________
માજીકથી
૨૬૫ જ વીત્યું હશે. એટલે આપણે બંને એકબીજાને દેશ આપવાને બદલે, આપણું કમનસીબને જ દોષ દઈએ, એ પૂરતું છે.”
તેની મા થોડા વખત ચૂપચાપ દીકરી સામે જોઈ રહી. પછી ધીમે ધીમે તેની પાસે સરકવા લાગી. દીકરીએ કશે વાંધો ન લીધો, એ જોઈ તે વળી વધુ નજીક ગઈ અને તેના મોં ઉપર અને માથા ઉપર ધીમે ધીમે હાથ પસારવા લાગી. પછી તેણે એના વાળનો મૂડ ફરીથી બાં, તથા તેના ભીના છેડા પગમાંથી ખેંચી કાઢયા.
“મા, તમે બહુ કંગાળ હાલતમાં જીવતાં લાગો છે, ખરું ને?” દીકરીએ ચોતરફ નજર કરીને પૂછયું.
“હા બેટા, બહુ કંગાલ હાલતમાં.” - “તમે શે ધંધો કરીને જીવો છો ?” “ભીખવાને સ્તો.”
અને સાથે સાથે ઉઠાંતરી કરવાનો પણ, ખરું ને, મા ?”
“કઈ કઈ વાર જ, એલિસ; ઉપરાંત હું ઘરડી થઈ અને બહુ બીકણ પણ છું. એટલે નાનાં છોકરાં પાસેથી કઈ કઈ વાર નવી ચીજો જ પડાવી શકું. એ પણ વારે ઘડીએ નહિ. પણ મારા પગ સાબદા છે; અને મેં ખૂબ ફરાફર કરીને બરાબર નજર રાખી છે.”
નજર રાખી છે ? શાના ઉપર ?” “તેના કુટુંબ ઉપર ” “કાના કુટુંબ ઉપર ?”
“બેટા, મારા ઉપર ગુસ્સે ન થઈશ. તારા ઉપરની મમતાને ખાતર જ મેં એમ કર્યું છે–દરિયાપાર કરાયેલી મારી લાડકી ખાતર. અને બેટા, વરસ પહેલાં સ્ત્રાની દીકરી પણ મારા હાથમાં આવી પડી હતી.”
કોની દીકરી ?” તેની નહીં; તેને દીકરી શી રીતે હેય? તેને કશું સંતાન
નથી. »
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org