________________
માદીકરી એને તો ક્યાં પૂછવાનું પણ મન થાય છે કે, એ વર્ષો મેં કેમ કરીને કાઢયાં તથા કેવી બૂરી હાલતમાં ?”
પણ મા ! હું પણ કઈ સારી હાલતમાં રહી આવી છું? અને નઠેર થવાની વાત કરો છો, તો તમારા સિવાય બીજા કોણે મને નઠેર બનાવી છે? છતાં આપણે બંને સમજીને રહીએ તો હજુ ભેગાં રહી શકીએ તેમ છીએ. હું ગઈ ત્યારે હતી તેવી નાની કીલી નથી રહી; અને હું અત્યારે આ ઘરમાં આવી, તેના કરતાં પાછા નીકળી જવાનું મારે માટે જરાય અઘરું નથી!”
હાય, હાય, આ છોકરી તો જુઓ ! આટલાં વર્ષ બાદ પાછી આવી, તે પહેલાં તો પાછી ચાલી જવાની વાત કરે છે! બુઠ્ઠી માં પ્રત્યેની તારી ફરજને તો કંઈક વિચાર કર !”
મા, મેં ઘણે ઘણે વિચાર કર્યો છે. ત્યાં પણ મને લોકો ફરજ'ની જ ઘણું વાત સંભળાવતા. પણ બીજા પ્રત્યેની મારી ફરજની જ ! બીજાઓને કદી મારી પ્રત્યે કશી ફરજ બજાવવાની હતી કે નહિ તેની વાત કાઈ કરતું નહોતું. તમે જ મારા પ્રત્યેની તમારી ફરજો બરાબર અદા કરી હતી, તો શું થાત તેનો વિચાર મને ઘણી વાર આવ્યો છે.”
તારા પ્રત્યેની મારી ફરજે ? કેવી વાત કરે છે, તું?”
“હા, હા, નાનપણથી મારી કોઈએ કાળજી જ રાખી ન હતી; કેઈએ કંઈ મને શીખવ્યું નહિ, કે કોઈએ મને મદદ કરી નહિ.
જ્યારે ને ત્યારે, કંઈ કારણ હોય કે ન હોય, તો પણ મને મારવી–પીટવી એટલી જ મારી કાળજી લેવાતી. મને ઘરની બહાર ગમે તે સેબતમાં ભટક્યા કરીને દહાડે પૂરો કરવાની જ સ્વતંત્રતા હતી. એ સ્થિતિમાં પણ કોણ જાણે શાથી મારામાં સુંદરતા પ્રગટી. પછી તે તમે મારી કાળજી બરાબર લેવા માંડી! તે વખતે તમારી સ્થિતિ પણ કંઈક સારી હતી. પણ મારી જે કાળજી તમે લીધી, તે જ મારી બરબાદીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org