________________
ડિમ્મી એન્ડ સન “તો પછી કોની ?”
મિડેબીની. પરંતુ બેટા, ત્યાર પછી તે એ લોકોને મેં ઘણી વાર જોયાં છે. હું તેને પણ મળી છું. એને તે કલ્પના પણ નહીં હોય કે હું કોણ છું !”
અને તમે કોણ છો તે જાણવાની તેને બહુ દરકાર પણ ખરી ને !”
પણ અમે બંને મોઢામેઢ થઈ ગયાં હતાં. તે મારી સાથે બેલ્યો; અને હું તેની સાથે બેલી. પછી તે લાંબી ઝાડીમાં થઈને ચાલતો થયો, ત્યારે તેના દરેક પગલે મેં તેના ઉપર શાપ વરસાવ્યા હતા.”
“તમારા શાપ છતાં એ તો ઊલટે વધારે ફાલશે – કૂલશે! પણ તે હજુ પર છે કે નહીં?”
“ના, બેટા.” “તો પરણવાની તૈયારીમાં હશે, ખરું ને?”
“ના બેટા, એવું પણ કંઈ જાણમાં નથી આવ્યું. પણ તેનો શેઠ અને મિત્ર પરણી ગયો. પણ એ લગ્નથી એ બધા કરતાં, આપણને જ રાજી થવાનું વધારે મળવાનું છે, યાદ રાખજે.”
દીકરીએ માને વધુ ખુલાસો કરવા જણવતી હોય એ રીતે તેની તરફ જોયું.
“પણ બેટા, તું ભૂખી-તરસી હશે. મારી પાસે તો આ અર્થે પિન્સ જ છે. તારી પાસે કંઈ છે? થોડું ઘણું ખાવા-પીવાનું ખરીદી લાવું.”
દીકરીએ તેને તાજેતરમાં હરિયેટ પાસેથી મળેલા પૈસા બહાર કાઢી, હાથમાં જ રાખીને બતાવ્યા.
“બસ આટલા જ છે ?” “એટલા પણ મને દયાદાનમાં આજે જ મળ્યા છે?”
૮૮ પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org