________________
૨૫૮
ડેબી ઍન્ડ સન “તમે વરસાદમાં કેમ બેઠાં છે ?” મારી પાસે વરસાદ વગરનું બીજું સ્થાન નથી તેથી, વળી!”
પણ ઘરને બહાર છજાં તો હોય છે ને ! તમે અહીં અમારા ઘરના છજા નીચે જ બેસોને ?”
પેલીએ જરા શંકા અને નવાઈની નજરે હેરિયેટ તરફ જોયું; પરંતુ પછી જરાય આભારની લાગણી દર્શાવ્યા વિના તે બહાર છજા નીચે બેસી ગઈ. બેઠા પછી પોતાનો ફાટેલો એક જોડે અંદર પેઠેલા કાંકરા અને કાદવ ઠાલવી કાઢવા પગ ઉપરથી તેણે ખેંચી કાઢયો. તેનો પગ લેહીલુહાણ થઈ ગયો હતો.
હેરિયેટ ત્રાસની એક હળવી ચીસ નાખીને બેલી ઊઠી, “અરે, પગ કપાઈ ગયો છે કે શું?”
મારા જેવીને પગના એવા કાપાની શી પરવા? અને મારા જેવીને પગ કપાયો હોય તેની તમારા જેવીને પણ શી પરવા ? ”
અરે અંદર આવો અને ઘા સાફ કરી નાખે; પછી હું પાટે બાંધવાનું કંઈક આપું.” હેરિટે તેની કડવાશ તરફ લક્ષ ન આપતાં કહ્યું.
પેલી બાઈએ તરત હેરિટનો લાંબે થયેલો હાથ પકડી લીધે અને પિતાના મોં ઉપર દાબી દીધો. તેની આંખમાંથી આંસુની ધાર ફૂટી નીકળી : કાઈ સ્ત્રી રડતી હોય એની પેઠે નહિ; પરંતુ કોઈ પુરુષ રડી પડવાની લાગણીને દબાવવા – છુપાવવા પ્રયત્ન કરે એ રીતે.
હરિયેટ તેને ઘરમાં દોરી ગઈ, ત્યારે કશી આનાકાની કર્યા વિના તે અંદર ગઈ હરિયેટે તેને પગ ધા અને ઘા ઉપર પાટો તાણી બાંધ્યો. પછી ઘરમાં થોડું ઘણું જે કંઈ ખાવાનું તૈયાર હતું તે તેની આગળ મૂકી દીધું. પેલીએ તેમાંથી થોડુંક ખાધું. પછી હેરિયેટે તેને જતા પહેલાં પોતાનાં કપડાં આગ પાસે સૂકવી લેવા આગ્રહ કર્યો. પેલી હરિયેટના આગ્રહને પાછો ન ઠેલવા ખાતર જ આગ સામે બેસી ગઈ. તેણે માથા ઉપર રૂમાલ છોડ્યો, અને તેના ભીને લાંબા વાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org