________________
૨૫૬
ડી એન્ડ સન અને બીજી વાત એ કે, દર સોમવારે સવારે નવ વાગ્યે હું આ રસ્તે થઈને પસાર થઈશ. તે વખતે તમારે બારીએ કે બારણે ઊભા રહેવું. મારે તમારી સાથે કશી વાત કરવાની નહિ હોય. પણ તમને દૂરથી જોઈને હું એટલું જાણી શકીશ કે તમે ભલાં ચંગાં છે; તથા તમારે પણ મારી પ્રથમ વિનંતી અનુસાર કાંઈ મદદની જરૂર ખરેખર ઊભી થઈ હોય, તો મને શોધવા ક્યાંય જવું નહિ પડે.”
આટલું બોલીને તે ભલા માણસ તરત ત્યાંથી ઊઠીને ચાલ્યા ગયા.
પેલા સગૃહસ્થના ગયા પછી હેરિટ બહુ વિચારમાં પડી ગઈ. તેના મનમાં અનેક લાગણીઓ એકી સાથે ઊભરાઈ આવી. તેમના ઘરનો ઊમરો ઓળંગી આટલાં વર્ષ દરમ્યાન કોઈ કદી આવ્યું ન હતું; અને જે માણસ આમ આવ્યું, તે આટલું બધું જાણકાર અને આટલું બધું ભલું હતું! એ જ વિચાર કર્યા કરતી, હરિયેટ બારી આગળ સોયનું કામ લઈને બેઠી.
ધીમે ધીમે બહારની શાંત ઋતુ પલટાતી ગઈ, અને પછી તો ઠારી નાખનારા પવન સાથે વરસાદ શરૂ થયો. સાથે સાથે ગાઢું ધૂમસ પણ ઊતરવા લાગ્યું.
પાસે થઈને જ લંડન તરફનો ધોરીમાર્ગ પસાર થતો હતો. તેના ઉપર થઈને ગ્રામ પ્રદેશમાંથી દૂર દૂરથી એ શહેર તરફ કંઈક કમાણની આશાએ પગપાળા આવતા કેટલાય લોકો પસાર થતા. પણ આવી ખરાબ ઋતુમાં રસ્તા ઉપર અધવચ સપડાનાર વટેમાર્ગુની શી દશા થાય, એનો વિચાર હેરિટને આવ્યા વિના ન રહ્યો.
અને એટલામાં ખરેખર જ વરસાદમાં પલળતી અને ઠારી નાખનારા કાતીલ પવનમાં ઠૂંઠવાતી એક જુવાન બાઈ સામેથી એ રસ્તે આવતી નજરે પડી. તે બાઈ ત્રીસેક વર્ષની હશે. તેને બાંધો સુઘડ હતો અને તે દેખાવે પણ ફૂટડી હશે એમ ક૯પી શકાય. તેના ચીંથરેહાલ પોશાક ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org