________________
ભાઈબહેન
૨૫૫ તમે કેણ છે તે હું જાણતી નથી, સાહેબ, તમે જે હો તે હે; પણ તમારી અંતઃકરણપૂર્વક આભારી છું. તમે જે કંઈ કહો છો, તેમાં તમારે હેતુ અમારા પ્રત્યે શુભેચ્છા દાખવવાનો છે, એની મને ખાતરી છે. પણ મારા ભાઈએ બહારની કશી મદદ લીધા વગર, ગુપચુપ, સૌથી ભુલાઈ-તજઈને જે પ્રાયશ્ચિત્ત આદર્યું છે, તેને કારણે તે મને આટલો પ્રિય પણ બન્યા છે. બહારની મદદ કે આશ્વાસન સ્વીકારવાથી તેના એ આપમેળે ફરીથી ખડા થવાના પ્રયત્નનું ગૌરવ જ હશે. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કર્યા કરું છું કે, તે તેના બધા અપરાધે માફ કરે અને તેને એવો શુદ્ધ-સબળ કરે, જેથી તે પોતે ખાયેલું મૂળ સ્થાન અને પ્રતિષ્ઠા ફરીથી પ્રાપ્ત કરે”
ના, ના, એ આશા રાખવી વ્યર્થ છે. તમારા પેલા બીજા ભાઈના હાથમાં જ તમારા આ ભાઈને એના મૂળ સ્થાને સ્થાપવાની સત્તા છે. પરંતુ હું બરાબર જાણું છું કે, તમારા આ ભાઈને તમારા સ્નેહ અને દૂફ રૂપી જે અમૂલ્ય ધન મળ્યું છે, તે કારણે જ પેલો ભાઈ આના ઉપર વધારે વેરભાવ દાખવે છે.”
તમે હવે એવી વાત ઉપર આવ્યા છે, જે વાત અમે બે ભાઈ બહેન પણ કદી મેએ લાવતાં નથી.”
ઠીક, ઠીક, હું તમારી માફી માગું છું; મારે આ બધી વાતે અહીં ઉપાડવાની ન હોય – મને એવો કશો અધિકાર નથી. તો પણ આજે તમારી પાસે બે મહેરબાનીઓ માગ્યા વિના હું જવાનો નથી.”
“શી ?”
“પહેલી તો એ કે, અત્યારે કેાઈની મદદ ન લેવાનો તમારો નિશ્ચય જ્યારે પણ કદી બદલ પડે, ત્યારે તમે મારી પાસે જ મદદ માગશે.”
અમારા સંબંધીઓ અને શુભેચ્છકોની સંખ્યા એટલી મોટી નથી કે જેથી કોઈ પસંદગી કરવાની તક અમને હેય. એટલે તમારી એ વાત હું એકદમ સ્વીકારી લઉં છું. પછી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org