________________
ભાઈબહેન
૨પ૩ તમારે આભાર માનું છું કે, તમે એ અર્થમાં જ એ બધું લે છે; પણ તમે કંઈક એમ કહેતાં હતાં કે, હું તમને એ વાત કહી બતાવતો હતો અને તેથી હું –”
હા, તેથી કરીને મને મારા ભાઈનું અભિમાન છે, એમ જે હું કહું છું તે વાતને જ કદાચ તમે મારું મિથ્યા ઘમંડ માની લે. પરંતુ મને મારા ભાઈનું ખરેખર અભિમાન છે. એક વખત એવો હતો જ્યારે મને મારા ભાઈનું અભિમાન ન હતું; કેવળ દુઃખ હતું. પરંતુ આટલાં વર્ષોથી તેણે ધારણ કરેલી દીનતા, કોઈની સામે કશી ફરિયાદ કર્યા વિના તેણે કરેલું હાર્દિક પ્રાયશ્ચિત્ત, તેને થયેલે ભારે પસ્તાવો, અને મારે સ્નેહ તેને મળતો રહેવા બદલ પણ તેને થતું દુઃખ – કારણ કે, તે એમ માને છે કે, તે સ્નેહ દાખવવા બદલ મારે બહુ મોટો ભેગા આપ પડયો છે; જ્યારે ખરી વાત ભગવાન જાણે છે કે, મને એથી સુખ જ થયું છે એ બધું જોયા પછી, તમને જ હું એ આગ્રહ કરવા ઈચ્છું છું કે, તમે પણ ખરેખર કોઈ સત્તાને સ્થાને હો, અને તમારા અપરાધમાં કાઈ આવી જાય, તો તે અપરાધ ગમે તે મેટો હોય તો પણ, તેને કદી એવી સજા ન કરી બેસતા કે, જે પાછી ખેંચી ન લેવાય. કારણ કે, આપણું સૌની ઉપર જે ઈશ્વર બેઠેલે છે, તે માનવ હૃદયમાં કે પલટે લાવી શકે છે, તે આપણે પામર મનુષ્યો કલ્પી શકતાં જ નથી.”
તમારો ભાઈ સદંતર બદલાઈ ગયેલે માણસ બની ગયો છે, એ બાબતમાં મને જરાય શંકા નથી, એની ખાતરી રાખજે.”
જ્યારે તેણે પેલે અપરાધ કર્યો હતો, ત્યારે જ તે બદલાઈ ગયો હતો, અને હવે ફરીથી પલટાઈને તો તે તેની મૂળ સાચી દશાએ આવી ગયો છે, સાહેબ.”
ખરી વાત છે; આપણે બધા બહારના પૂલ વ્યવહારમાં જ રમમાણ લોકો, અંતરમાં થતા આ ફેરફારનો કાયદો જોઈ કે જાણું શકતા નથી. એ ફેરફારે બહુ ગૂઢ વસ્તુ છે– અતિભૌતિક, આધ્યાત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org