________________
ઉપર
ડેમી એન્ડ સન ડી વાર બાદ હેરિટને આવતી જોઈ તે ઊઠીને ઊભા થયા અને થોડુંક સામે આવ્યા.
ફરીથી તમે આવી પહોંચ્યા કંઈ સાહેબ ?”
“મેં એ છૂટ ફરીથી લીધી છે, અને વધારામાં હું તમારી ફુરસદની પાંચેક મિનિટ માગું છું.”
એકાદ ક્ષણ દ્વિધામાં પડી ગયા બાદ, હેરિયેટે, બારણું ઉઘાડ્યું અને એ સદગૃહસ્થને અંદર બેસાડ્યા. એ સહસ્થ સ્વસ્થતાથી ધીમે અવાજે હેરિટને સંબોધીને કહ્યું –
મિસ હેરિટ, તે દિવસ સવારના હું આવ્યો હતો, ત્યારે તમે મને કહ્યું હતું કે, તમને અભિમાન છે; પરંતુ તમારા માં સામું જોઈને જ મને લાગ્યું હતું કે, એ વાત સાચી ન હતી. તમારા ચહેરા ઉપર મને તમારામાં સત્ય અને નમ્રતા જ ઝળકી રહેલાં દેખાયાં હતાં. અને તે ઉપર વિશ્વાસ રાખીને જ હું આજે પાછો આવ્યો છું. આપણું ઉમર વચ્ચે એટલો મોટો તફાવત છે કે, મને તમારી સાથે વાતચીત કરવા આવવામાં બીજી રીતનો જરાય ખચકે થયો નથી.”
હેરિયેટ ઘેડુંક ચૂપ રહીને બેલી, “સાહેબ એક જાતનું અભિમાન એવું હોઈ શકે, કે જે ધારણ કરવું કર્તવ્ય કહેવાય. એ સિવાય બીજું કોઈ અભિમાન મને ન હો, એમ જ હું પણ ઈચ્છું.”
“તમારા ભાઈ માટેનું અભિમાન ધારણ કરવું કર્તવ્ય કહેવાય, એ જ ને ?”
હા છે; મને તેનો પ્રેમ મેળવ્યાનું અભિમાન છે; મને મારા ભાઈનું જ ખરેખર અભિમાન છે. અને સાહેબ, તમે ગઈ વખતે આવ્યા ત્યારે મારા ભાઈની બધી વાત જાણતા હો એમ મને કહી બતાવતા હતા, અને તેથી તમે –”
“માત્ર તમારો વિશ્વાસ સંપાદન કરવા માટે જ; ભગવાનને ખાતર તેની પાછળ બીજે કશે જ હેતુ ન કલ્પતાં.”
મને ખાતરી છે કે, તમે એ બધી વાત મને યાદ કરાવી હતી, તે ભલા અને શુભ હેતુથી જ કરાવી હતી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org