________________
૩૩
ભાઈ-બહેન
નીરવડ પાસેના ઝાડીવાળા પ્રદેશમાં મેનેજર કાર્કરનું સુંદર મકાન આવેલું હતું. કદમાં નાનું હતું, પણ શેખથી સજાવેલું હતું. લેન, બગીચે, ફર્નિચર, ચિત્રો વગેરે બધું કઈ રસજ્ઞની પસંદગી અને કાળજી વ્યક્ત કરતાં હતાં.
પણ આ મકાન ઉપરાંત બીજું એક મકાન લંડનની ઓતરાતી બાજુએ આવેલું હતું. એ વિભાગ ચીમનીઓના ધુમાડાથી ભરેલો, કંગાલ, અને લીલેરી વિનાનો હતો. ત્યાંના વસવાટ પણ અંદર રહેનારાઓની કંગાલિયત અને અસહાય સ્થિતિ જ વ્યક્ત કરતા હતા.
તે વિભાગમાં, બીજા મકાનેથી જરા છૂટું એવું એક મકાન એવું હતું કે, જે બીજી બધી રીતની કંગાલિયત છતાં કોઈની મમતાભરી સંભાળ અને કાળજી વ્યક્ત કરતું હતું. ઘરમાં જે કંઈ થોડું ફર્નિચર હતું, તે બધું સાફ-સુથરું તથા કાળજીપૂર્વક ગોઠવેલું – રાખેલું હતું.
તેમાં કાર્યર જુનિયર અને બંને ભાઈઓની બહેન હરિયેટ કાર રહેતાં હતાં. હેરિયેટના મોં ઉપર કંગાલિયત સામે ઝઝૂમવાથી તથા ચિંતા અને ખિન્નતાના ચાલુ ખેડાણથી અમુક ઝાંખપભરી રેખાઓ દઢ થઈ ગઈ હતી, છતાં એ ચહેરાનું મૂળ શાંત સૌંદર્ય હજુ જેમનું તેમ અકબંધ હતું. પોતાના નાના ભાઈની શરમ અને હડધૂત વખતે, પસ્તાવાના અને સદાચારના માર્ગે વળગી રહેવાના તેના નિશ્ચયમાં બળ અને સાથ પૂરવા, તે મોટાભાઈની સમૃદ્ધિ અને આદર છોડી અહીં ચાલી આવી હતી.
૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org