________________
કૅપ્ટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ૨૪૯ સ્વસ્થ નથી. પણ ફરી તમે અને હું ભેગા થઈશું જ એની ખાતરી રાખજે – જે આપણે જીવતા રહ્યા હોઈશું તો.”
“જે જિંદગીમાં ફરી તમે મારી સામે આવ્યા, તો તમે ભારે મૂર્ખામી જ કરી હશે, એટલું તમે પણ જાણું રાખજે. કારણ કે, હું તમને ચેતવણી આપી રાખું છું કે, તમારાં બધાં કરતૂતો હું ઉઘાડા પાડી દઈશ. આ ઘરના કોઈ પણ માણસના વિશ્વાસનો દુરુપયોગ હું જીવતો હોઈશ ત્યાં સુધી નહીં થવા દઉં, તથા કાઈની ભલમનસાઈનો ગેરલાભ તમને નહીં લેવા દઉં સમજ્યા ? તમે લોકો શેઠની છોકરીને ફોસલાવી, ભેળવીને પેલા તમારા હરામજાદા સાથે પરણાવી દઈ શેઠની આખી મિલકતના માલિક બનવા ચાહતા હતા કેમ ? બેટમજીએ, જરા અક્કલ ઠેકાણે રાખે; અમે બધા અહીં ઘાસ કાપતા નથી કે જખ મારતા નથી, સમજ્યા?”
મિ દ્વટ્સ જ્યારે કેપ્ટનને વાયદા પ્રમાણે મળવા આવ્યા, ત્યારે કેપ્ટને તેમને એટલું જ કહ્યું, “છાપામાં આવેલા સમાચાર તદ્દન સાચા છે; અને એ બાબતમાં જરાય આશંકા રાખવાની નથી. એટલે પેલાં જુવાન બાનુ સુસાનને કહી દેજે કે તે તેમનાં નાનકડાં લેડીને એ સમાચાર જેમ એ છે આઘાત લાગે એ રીતે સંભળાવી દે.”
કેપ્ટન કટલે વેટરના મૃત્યુનો શેક દર્શાવવા, તૈયાર પિશાકોવાળાને ત્યાં રોબ સાથે દોડી જઈ તેને માટે તથા પોતાને માટે શોકના કાળા પોશાકે ખરીદી લીધા. મોડી રાતે જ્યારે રબ નીચે સૂઈ ગયે, ત્યારે કેપ્ટન કટલ પ્રાર્થનાસંગ્રહમાંથી સ્મશાન-સ્તોત્ર કાઢીને ચોધાર આંસુ વહેતી આંખે તેને પાઠ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org